ઝટપટ બને તેવો ચટાકેદાર કાઠિયાવાડી 'વઘારેલો રોટલો'રેસીપી


By Dimpal Goyal21, Apr 2026 03:53 PMgujaratijagran.com

સામગ્રી

બાજરીનો રોટલો, છાશ, લસણની ચટણી, તેલ અને મસાલા ભેગા કરો.

તૈયારી

રોટલાના હાથથી મીડિયમ સાઈઝના ટુકડા અથવા ભૂકો કરી લો.

વઘાર

કડાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરું, હિંગ અને લીમડાનો વઘાર કરો.

સાંતળવું

વઘારમાં આદુ-મરચાં અને લસણની પેસ્ટ નાખી ગુલાબી રંગની સાંતળો.

મસાલા

હળદર અને લાલ મરચું પાવડર ઉમેરી તરત જ છાશ રેડો.

ઉકાળવું

છાશમાં એક ઉભરો આવે ત્યાં સુધી તેને સતત હલાવતા રહો.

મિશ્રણ

હવે તેમાં રોટલાનો ભૂકો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો.

ફિનિશિંગ

રોટલો છાશ સોષી લે એટલે કોથમીર ભભરાવી ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સેવ ડુંગળીનું ઢાબા સ્ટાઇલ શાક બનાવવાની રીત