Jeera Water: પેટની ચરબી ઘટાડવા પીવો જીરા પાણી


By Sanket M Parekh10, Nov 2024 04:10 PMgujaratijagran.com

જીરા પાણી

જીરાનું પાણી શરીરની ચરબીને સરળતાથી ઓગાળીને ઓછી કરી શકે છે. જો કે જીરા પાણી યોગ્ય સમયે પીવાથી જ ફાયદો થાય છે.

ચરબી ઉતારે

જે લોકો ચરબી ઘટાડવા માંગતા હોય, તેમના માટે જીરાનું પાણી ફાયદેમંદ નીવડી શકે છે. જેનું સેવન કરવાથી ચરબી ધીમે-ધીમે ઘટવા માંડે છે.

પોષક તત્વો

જીરા પાણીમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. જેમાં ફાઈબર, કોપર, આયરન, કેલ્શિયમ, જીંક અને પોટેશિયમ મળી આવે છે.

ફાઈબરનું પ્રમાણ

ચરબી ઓછી કરવા માટે ફાઈબર મદદરૂપ સાબિત થઈ શકે છે. હકીકતમાં જીરાના પાણીમાં ફાઈબર મળી આવે છે. જેના કારણે શરીરમાંથી ચરબી ઓછી થઈ શકે છે.

ક્યારે પીવું જીરા પાણી?

ચરબી ઘટાડવા માટે જીરાનું પાણી વહેલી સવારે પીવું જોઈએ. જો કે એક વાતનું ખાસ ધ્યાન રાખશો કે, પાણીનું પ્રમાણ એક ગ્લાસથી વધારે ના હોય.

આવી રીતે બનાવો જીરા પાણી

જીરાનું પાણી બનાવવા માટે 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી જીરું મિક્સ કરીને ઉકાળી લો. જે બાદ તેને ગાળીને પી જવું જોઈએ.

Dandruff: ડેન્ડ્રફથી છુટકારો મેળવવાનો સરળ ઉપાય જુઓ