Reduce Cholesterol: કોલેસ્ટ્રોલ નિયંત્રણ માટે શું કરવું? જાણો


By Vanraj Dabhi10, Jan 2025 12:11 PMgujaratijagran.com

કોલેસ્ટ્રોલની સમસ્યા

આજકાલ વ્યસ્ત જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે ઘણા લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા રહે છે.

કોલેસ્ટ્રોલ નિયંત્રણ

સ્વસ્થ જીવન જીવવા માટે કોલેસ્ટ્રોલને ઘટાડવું પણ ખૂબ જરૂરી છે. તેથી તમે સવારે ઉઠીને તમારી 7 આદતોમાં બદલાવ કરશો, તો તે કુદરતી રીતે કોલેસ્ટ્રોલ કંટ્રોલ થઈ જશે.

હૂંફાળું લીંબુ પાણી

સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને મેટાબોલિઝની પ્રક્રિયા ઝડપી બને છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.

ફાઈબર યુક્ત નાસ્તો

નાસ્તામાં ફાઈબરયુક્ત વસ્તુઓ જેમ કે ઓટ્સ, ફળો અને બદામ ખાઈ શકો છો. જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

મુઠ્ઠીભરીને બદામ ખાઓ

સવારે એક મુઠ્ઠી બદામ, અખરોટ અને શણના બીજ ખાઓ. આમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને સુધારે છે.

મોર્નિંગ વોક

મોર્નિંગ વોક એ કોલેસ્ટ્રોલ ઘટાડવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તેથી, જો શક્ય હોય તો, દરરોજ 30-મિનિટ વોક કરો. તે હૃદયને સ્વસ્થ રાખવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

યોગ અને સ્ટ્રેચિંગ

યોગાથી માત્ર તણાવ જ નહીં પરંતુ કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે. તેથી ભુજંગાસન, વજ્રાસન અને તાડાસન વહેલી સવારે કરો.

ગ્રીન ટી પીવો

જો તમે સવારે કોફી પીવો છો તો તમારે તેને બદલે ગ્રીન ટી પીવો. તેમાં જોવા મળતા એન્ટી ઓક્સિડન્ટ્સ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

મીઠાઈઓ ટાળો

સવારે કંઈપણ મીઠી વસ્તુ ખાવાનું ટાળો. ખાંડ ખાવાથી તમારા સારા કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. તેથી તમે ખાંડને બદલે મધ, ગોળ અથવા મીઠા ફળો પસંદ કરો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Aloe Vera Side Effects: શું તમે પણ એલોવેરા સીધું તમારા ચહેરા પર લગાવો છો? જાણો તેની આડઅસરો