માર્કેટમાં મળતી મોંઘી હેરકેર પ્રોડક્ટમાં ડુંગળીના રસનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી વાળને કાળા, લાંબા અને મજબૂત બનાવી શકાય છે. જો કે આ પ્રોડક્ટમાં ડુંગળીના રસ સિવાય અન્ય અનેક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.
તમે માર્કેટમાં મળતા મોંઘા અને કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાની જગ્યાએ ઘરે જ સરળતાથી ડુંગળીનો રસ બનાવીને તેને વાળમાં લગાવી શકો છો. જેનાથી વાળ મજબૂત થવા સાથે અનેક પ્રકારની સમસ્યાથી છૂટકારો મળશે. તો ચાલો તેને ઉપયોગ કરવાની રીત જાણીએ...
આજકાલ વાળ ખરવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જેનાથી છૂટકારો મેળવવા તમે ડુંગળીના રસનો ઉપયોગ કરી શકો છો. આ રસમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે. જે સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. જેથી વાળ ઓછા ખરે છે.
ડુંગળીનો રસ તમને ડેન્ડ્રફથી પણ બચાવશે. ડુંગળીમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ ગુણ વાળને સાફ કરે છે. જેનાથી વાળનો ગ્રોથ વધવા સાથે તે મજબૂત બને છે.
વાળમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી છૂટકારો મેળવવા માટે તમે ડુંગળીના રસનો ઉપયોગ કરી શકો છો. ડુંગળીનો રસ માથામાં લગાવવાથી કોલેજનનું પ્રમાણ વધે છે. જેથી ઈન્ફેક્શનની સમસ્યાથી બચી શકાય છે.
જો તમારા વાળ પણ અકાળે સફેદ થવા લાગ્યા હોય તો તમે ડુંગળીના રસનો ઉપયોગ કરી શકો છો. ડુંગળીના રસમાં એન્ટી ઑક્સિડેન્ટ ગુણ મળી આવે છે. જે સફેદ વાળને કાળા કરવામાં મદદ કરે છે.
જો તમે વાળમાં ડુંગળીના રસનો ઉપયોગ કરવા માંગતા હોવ તો સ્કેલ્પને હેલ્ધી બનાવવા અને PH લેવલને મેન્ટેન રાખવા માટે ડુંગળીના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવી શકો છો. થોડા સમય સુધી આ મિશ્રિત રસને સ્કેલ્પ પર રહેવા દો અને પછી માથું ધોઈ નાંખો. જેથી ફાયદો જોવા મળશે.