Walking Rules: વૉક કરતી વખતે જો-જો આ ભૂલ કરતાં, સ્વાસ્થ્ય સુધરવાની જગ્યાએ બગડશે


By Sanket M Parekh11, Oct 2025 07:35 PMgujaratijagran.com

એક્સરસાઈઝ જરૂરી

આજના સમયમાં આપણે એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણને કસરત કરવાનો બિલકુલ સમય મળતો નથી, અને કસરત ન કરવાથી આપણું શરીર બીમાર થવા લાગે છે. આથી, તમારે કસરત કરવી જોઈએ

વૉકિંગ કરવું

જો આપણે કસરતની વાત કરીએ, તો વોકિંગ સૌથી સરળ કસરત છે. તેનાથી માત્ર તમારા પગના સ્નાયુઓ જ મજબૂત થતા નથી, પણ તમારા શરીરનો સ્ટેમિના પણ જળવાઈ રહે છે

વૉક કરતી વખતે થતી ભૂલો

આજે અમે આપને જણાવીશું કે, આખરે વૉક કરતી વખતે એવી કંઈ ભૂલો છે, જે આપણે બિલકુલ ના કરવી જોઈએ. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ. જેથી તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો.

નોર્મલ સ્પીડમાં વૉક કરો

જ્યારે તમે ચાલી રહ્યા હોવ, ત્યારે તમારી સ્પીડ સામાન્ય હોવી જોઈએ. ન તો વધુ પડતી ઝડપી કે ન તો વધુ પડતી ધીમી. વધુ ઝડપથી ચાલવાથી તમારા હૃદયના ધબકારા ઝડપથી વધી શકે છે અને તમારું હૃદય બીમાર થઈ શકે છે

નમીને વૉક ના કરશો

ચાલતી વખતે તમારે ન તો ઝૂકીને ચાલવું જોઈએ, ન તો ખોટી રીતે ચાલવું જોઈએ. આ પ્રકારની પોઝિશન ફોલો કરવાથી તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. જેથી યોગ્ય પોસ્ચર ફોલો કરવું વધુ સારું છે.

વોર્મ-અપ કરો

તમારે અચાનક ચાલવાનું શરૂ ન કરવું જોઈએ. તે હૃદયના સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવતું નથી. ચાલતા પહેલા 5-10 મિનિટનું હળવું વોર્મ-અપ અવશ્ય કરવું જોઈએ. આ માટે તમે સ્ટ્રેચિંગ કરી શકો છો

પૂરતા પ્રમાણમાં પાણી પીઓ

પાણીની ઉણપથી બ્લડ પ્રેશર પર અસર થાય છે અને હૃદયને વધુ મહેનત કરવી પડે છે. ચાલતા પહેલા અને પછી પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ, ખાસ કરીને ઉનાળામાં. જો તમે લાંબી વોક કરી રહ્યા હોવ, તો વચ્ચે પણ પાણી પીતા રહેવું જોઈએ

હળવો નાસ્તો કરો

વોક કરતા પહેલા તમારે હળવો નાસ્તો કરવો જોઈએ. જો તમે વોક કરતા પહેલા ભારે નાસ્તો કરો છો, તો તેની તમારા પાચન તંત્ર પર નકારાત્મક અસર પડી શકે છે.

એલોવેરા જ્યુસ કોને પીવું જોઈએ?