શિયાળામાં દરરોજ કેટલા પિસ્તા ખાવા જોઈએ? જાણો નિષ્ણાતનો અભિપ્રાય


By Vanraj Dabhi10, Jan 2025 09:48 AMgujaratijagran.com

પિસ્તાનું સેવન

શિયાળામાં દરરોજ પિસ્તા ખાતા હોય છીએ, પરતું શું તમે જાણો છો કે કેટલા અને ક્યારે ખાવા જોઈએ? ચાલો નિષ્ણાત પાસેથી જાણીએ.

રોજ પિસ્તા ખાઓ

પિસ્તા ખાવામાં જેટલા ટેસ્ટી હોય છે તેટલા જ હેલ્ધી પણ હોય છે. પિસ્તા ખાવાથી સ્વાસ્થ્ય સુધરે છે.

પોષક તત્વો

પિસ્તામાં ફાઈબર, વિટામિન સી, પ્રોટીન, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, ઝીંક અને કોપર જેવા ખનિજોનો સારો સ્ત્રોત છે.

નિષ્ણાત અભિપ્રાય

ડાયટિશિયનના જણાવ્યા અનુસાર, શિયાળામાં પિસ્તા રોજ સવારે કે સાંજે માત્ર 10 થી 15 પિસ્તા ખાવા જોઈએ.

હિમોગ્લોબિન વધારો

પિસ્તામાં સારી માત્રામાં આયર્ન હોય છે, જે ખાવાથી એનિમિયાની સમસ્યા દૂર રહે છે. રોજ પિસ્તા ખાવાથી શરીરમાં લોહી વધે છે.

વજન ઘટાડે

પિસ્તામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે ભૂખને નિયંત્રિત કરે છે. તેનાથી પેટ અને પાચન સંબંધી સમસ્યાઓ ઓછી થાય છે અને પાચનશક્તિ મજબૂત બને છે.

ત્વચાની સંભાળ

પિસ્તામાં વિટામિન ઇ સારી માત્રામાં જોવા મળે છે, જે ત્વચા અને વાળની ​​શુષ્કતા ઘટાડે છે.

ડાયાબિટીસ ઓછુ કરે

ડાયાબિટીસના દર્દીઓ પિસ્તા ખાઈ શકે છે. આ બ્લડ શુગર ઘટાડવામાં મદદ કરે છે.

પેટ સંબંધિત સમસ્યાઓમાં આ 4 રીતે ખાઓ અજવાઈન