હેલ્ધી રહેવા માટે દરરોજ એક્સરસાઈઝ કે યોગ કરવા જરૂરી છે. એવામાં લોકો તરસ લાગતા વર્કઆઉટ બાદ તરત જ પાણી પીવે છે. જેને લઈને લખનઉના ફિટનેસ એક્સપર્ટ પાયલ અસ્થાનાએ વર્કઆઉટ બાદ તરત જ પાણી પીવું જોઈએ કે કેમ અને જો હા તો કેટલું પીવું જોઈએ? તેના વિશે જવાબ આપ્યો છે.
વર્કઆઉટ કરવાથી શરીરમાં ગરમાવો આવે છે. જેને બેલેન્સ કરવા માટે લોકો તરત જ પાણી પી લેતા હોય છે. જો કે તમારે આમ ના કરવું જોઈએ.જો તમે વર્કઆઉટ બાદ તરત જ પાણી પીવો છો, તેનાથી શરીરમાં દુખાવો થઈ શકે છે.
વર્કઆઉટના તરત બાદ પાણી પીવાની જગ્યાએ તમે એક્સરસાઈઝ કર્યાના 30 થી 40 મિનિટ બાદ પાણી પી શકો છો. જેનાથી શરીરનું તાપમાન નોર્મલ થઈ જાય છે અને કોઈ ગંભીર સમસ્યા નથી થતી. તો ચાલો તેનાથી થતા ફાયદા વિશે જાણીએ..
જો તમે વર્કઆઉટના 30 મિનિટ બાદ પાણી પીવો છો, તો શરીર શાંત થઈ જાય છે. આ સાથે જ એક્સરસાઈઝ બાદ પાણી પીવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા નથી થતી. જેથી શરીરને અનેક સમસ્યાથી બચાવી શકાય છે.
એક્સરસાઈઝની 30 મિનિટ બાદ પાણી પીવાથી શરીરના મસલ્સ જકડાઈ જવાની સમસ્યા નથી થતી. જેનાથી શરીરને અનેક ગંભીર ઈજાથી બચાવી શકાય છે.
અનેક લોકોને એક્સરસાઈઝ બાદ ચક્કર આવવા લાગે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય, તો તમારે પાણી પીવું જોઈએ. જેનાથી ચક્કર નહીં આવે.