શિયાળામાં વધી જાય છે સાંધામાં દુખાવો, આજથી જ શરૂ કરી દો આ કામ


By Sanket M Parekh19, Oct 2024 03:35 PMgujaratijagran.com

સાંધામાં દુ:ખાવાના કારણ

શિયાળાની સિઝનમાં હાથ-પગના સાંધામાં દુખાવાની સમસ્યા વધી જાય છે. જેની પાછળ વધતી જતી વય, ઈજા સહિત અન્ય અનેક કારણો હોઈ શકે છે. ઘણી વખત દુખાવો એટલો વધી જાય છે કે, વ્યક્તિને ચાલવામાં પણ તકલીફ થવા લાગે છે. એવામાં આજે અમે તમને કેટલાક એવા નુસખા જણાવીશું, જેને અપનાવવાથી તમને સાંધાના દુ:ખાવામાં આરામ મળી શકે છે.

જાયફળનું તેલ

એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણોથી ભરપુર જાયફળના તેલથી સાંધાની માલિશ કરો. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરશે, જે દુખાવો તેમજ સોજો દૂર કરવાનું કામ કરે છે.

મધ અને ઘી

શિયાળામાં સાંધાના દુખાવામાં આરામ મેળવવા માટે ઘી અને મધને ત્રિફળા સાથે લેવું જોઈએ. જેનો એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ સાંધાના દુખાવા અને સોજાને દૂર કરે છે.

એલોવેરા

એલોવેરા જેલમાં 2-3 ચપટી હળદર મિક્સ કરીને તેને સામાન્ય ગરમ કરો. જે બાદ તૈયાર થયેલા લેપને પાટામાં લપેટીને સૂતા પહેલા સાંધા ઉપર બાંધી દેવાથી દુખાવામાં આરામ મળશે

માલિશ કરો

સાંધામાં થતા દુ:ખાવાથી રાહત મેળવવા માટે તમારે હાથ અને પગની મસાજ કરવી જોઈએ. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરવાથી દુખાવો એનીમેળો ઓછો થઈ જશે. મસાજ માટે તમે નારિયેળ, સરસિયા કે બદામના તેલનો ઉપયોગ કરી શકો છો.

સૂર્યનો તાપ

શિયાળાની સિઝનમાં તમને દરરોજ સૂર્યનો તડકો મળે તે જરૂરી છે. એવામાં તમે દરરોજ સવારે 10 મિનિટ સુધી સૂર્યના તાપમાં બેસવું જોઈએ. જેનાથી વિટામિન ડી મળશે, જે હાડકાંને મજબૂત બનાવે છે.

તુલસીનો રસ

તુલસીના રસને હુંફાળા પાણીમાં મિક્સ કરીને પીવો. જેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણો ઢીંચણના દુખાવા તેમજ સોજામાં રાહત આપે છે.

કયા લોકોએ શેકેલા ચણા ન ખાવા જોઈએ?