Stomach Ache: દવા વિના પેટનો દુખાવો દૂર કરવા અપનાવો આ ઘરગથ્થુ નુસખા


By Sanket M Parekh04, Nov 2024 03:43 PMgujaratijagran.com

પેટના દુખાવા માટે ઘરેલુ ઉપાય

બદલાતી સિઝન દરમિયાન લોકોને પેટમાં દુખાવો ઉપડવો સામાન્ય સમસ્યા છે. આજે અમે તમને જણાવીશું કે, દવા વિના ઘરે જ પેટના દુખાવામાંથી કેવી રીતે છૂટકારો મેળવી શકાય છે.

ગરમ પાણીનું સેવન

પેટનો દુખાવો ઓછો કરવા માટે ગરમ પાણી પીવું જોઈએ. સવારના સમયે અથવા પેટમાં દુખાવો ઉપડે ત્યારે પાણીને સામાન્ય ગરમ કરીને પી જવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.

આદુનો ટૂકડો ચાવો

આદુમાં રહેલા ગુણ પેટનો દુખાવો દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે આદુનો નાનો ટૂકડો ચાવવાનું શરૂ કરી દો. જેનાથી ધીમે-ધીમે પેટનો દુખાવો ઓછો થવા લાગશે.

હીંગનો પ્રયોગ કરો

ચપટી હીંગને ગરમ પાણીમાં મિક્સ કરીને હલાવીને પી જાવ. આમ કરવાથી પણ તાત્કાલિક અસરથી પેટના દુખાવામાં આરામ મળી જશે.

વરિયાળી ચાવો

વરિયાળી પાચન તંત્રને સુધારવાનું કામ કરે છે. આ માટે ખાધા પછી વરિયાળી ચાવવી જોઈએ. જેનાથી અપચો અને ગેસ થવાના કારણે પેટમાં ઉપડતો દુખાવો દૂર થશે.

ફૂદીનાનો રસ

પેટના દુખાવાને દૂર કરવા માટે ફૂદીનાનો રસ પીવો જોઈએ. એક્સપર્ટના મતે, ફૂદીનાનો રસ પીવાથી પેટના દુખાવામાં આરામ મળે છે.

લીંબુ પાણી પીવો

પેટમાં દુખાવો ઉપડે તો ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પી જાવ. આમ કરવાથી પેટ સબંધિત સમસ્યામાં આરામ મળે છે.

અજમાનું સેવન

અજમામાં પાચન તંત્રને સુધારવાના ગુણ હોય છે. એક ચપટી અજમો અને સંચળને ગરમ પાણી સાથે પી જાવ. જેનાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા દૂર થઈ જશે.

Disadvantages Ghee: ઘી ખાવાના શોખીન છો? તો જાણો તેના ગેરફાયદા