Sprained Ankle: પગ મચકોડાઈ જાય તો શું કરવું?


By Sanket M Parekh13, Oct 2024 03:42 PMgujaratijagran.com

એક્સરસાઈઝ કરો

પગ મચકોડાઈ જાય તો દુ:ખાવા અને સોજાથી છૂટકારો મેળવવા માટે તમે હળવી સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરી શકો છો.

આરામ જરૂરી

પગ મચકોડાય ત્યારે દુ:ખાવામાંથી રાહત મેળવવા માટે તમારે વધુમાં વધુ આરામ કરવો જોઈએ. આવા સમયે વધારે પડતું ચાલવાનું ટાળવું જોઈએ.

નારિયેળનું તેલ

નારિયેળના તેલમાં કાળા તલ નાંખીને થોડીવાર માટે ગરમ થવા દો. જે બાદ થોડું ઠંડુ પડે ત્યારે દુ:ખતુ હોય તે ભાગ પર લગાવીને મસાજ કરો. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરશે.

હળદરનું દૂધ

હળદરવાળું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે. જે મચકોડના કારણે થઈ રહેલા દુખાવામાં પણ રાહત આપે છે. આવા દૂધમાં એન્ટી સેપ્ટિક અને એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ હોય છે.

બરફનો શેક

દુ:ખાવો દૂર કરવા અને સોજો ઘટાડવા માટે જે ભાગમાં દુખતુ હોય, ત્યાં બરફથી શેક કરવો જોઈએ. આ માટે 4-5 આઈસ ક્યુબને કપડામાં લપેટીને દુ:ખાવો થતો હોત તે ભાગમાં મસાજ કરો.

સિંધાલૂણ

એન્ટી-ઈફ્લેમેન્ટરી ગુણો ધરાવતું સિંધાલૂણ પણ દુ:ખાવામાં રાહત આપી શકે છે. હુંફાળા પાણીમાં સિંધાલૂણ નાંખીને થોડીવાર સુધી તેમાં પગ ડૂબાડીને રાખવાથી ફાયદો થાય છે.

લવિંગનું તેલ

મચકોડ આવવા પર તમે લવિંગના તેલથી દુ:ખાવા વાળી જગ્યા પર માલિશ કરી શકો છો. લવિંગના તેલમાં સોજા દૂર કરવાની ક્ષમતા હોય છે.

Sodium Deficiency: મીઠાની ઉણપથી ક્યા રોગ થાય છે?