High BP: બ્લડ પ્રેશર વધારી શકે છે તમારી આ 5 આદતો, આજથી જ સુધારો


By Sanket M Parekh27, Mar 2025 03:52 PMgujaratijagran.com

એક્સપર્ટ અભિપ્રાય

હાઈ બ્લડપ્રેશર એક ગંભીર સમસ્યા બની ચૂકી છે, જે હાર્ટ સબંધિત બીમારીનું મુખ્ય કારણ છે. જેને કંટ્રોલમાં કરવા માટે યોગ્ય જીવનશૈલી અપનાવવા સાથે કેટલીક સ્વસ્થ આદતો અપનાવવી આવશ્યક છે. તો ચાલો આ વિશે ડૉ. નરેશ ત્રેહાન પાસેથી જાણીએ, એવી કઈ આદતો આપણું બ્લડ પ્રેશર વધારી શકે છે.

વધુ પડતું મીઠું ખાવાનું ટાળો

વધુ પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર વધી શકે છે. આથી રસોઈમાં મીઠાને બને તેટલો ઓછો ઉપયોગ કરવાનું રાખો. ખાસ કરીને એક્સ્ટ્રા મીઠું ભભરાવવાની આદત તો આજથી જ છોડી દો.

સ્મોકિંગ અને તમાકુ છોડો

તમાકુ, ગુટકા અને ખૈની તેમજ સ્મોકિંગ બ્લડ પ્રેશર વધારવાની સાથે-સાથે કેન્સર સહિત અન્ય ગંભીર બીમારીનું કારણ બની શકે છે. આથી બને તેટલું સ્મોકિંગ અને તમાકુ ખાવાથી બચો અને ધીમે-ધીમ સદંતર બંધ કરી દો.

ટેન્શર ફ્રી રહો

સતત તણાવમાં રહેવાથી પણ હાઈ બ્લડ પ્રેશર વધી શકે છે. આથી યોગ, ધ્યાન અને યોગ્ય ખાણીપીણી અપનાવીને માનસિક શાંતિ મેળવવાનો પ્રયાસ કરો. તમે જેટલા ટેન્શન ફ્રી રહેશો, તેટલું તમારું BP કંટ્રોલમાં રહેશે.

ચા-કૉફીથી દૂર રહો

ચા અને કૉફીમાં રહેલ કેફીન નામનું તત્વ તમારું બ્લડ પ્રેશર વધારી શકે છે. આથી વધુ પડતી કડક ચા-કૉફી બને ત્યાં સુધી પીવાનું ટાળી વધારે પ્રમાણમાં કેફિન લેવાથી બચો.

આલ્કોહૉલથી બંધ કરો

આલ્કોહૉલ અર્થાત શરાબ વધુ પડતી પીવાથી બ્લડ પ્રેશર ઝડપથી વધવા લાગે છે. આટલું જ નહીં, દારૂનો નશો શરીરના અન્ય ભાગો પર પણ નકારાત્મક અસર કરે છે. આથી બને ત્યાં સુધી દારૂ પીવાની આદત બંધ કરી દેવી જોઈએ

હેલ્ધી ડાયટ લો

સંતુલિત ડાયટ લો, જેમાં લીલા શાકભાજી, ફળ તેમજ ઓછા ફેટ વાળા ડેરી પ્રોડક્ટ અને ફાઈબર યુક્ત ફૂડને સામેલ કરો. જેથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહી શકે.

ગાઢ ઊંઘ લો

પૂરતી ઊંઘ ના લેવાથી પણ તણાવ અને બ્લડ પ્રેશર બન્ને વધી શકે છે. આથી દરરોજ બની શકે તો 7-8 કલાકની ગાઢ ઊંઘ જરૂર લેવી જોઈએ.

પુરતુ પાણી પીવો

શરીરમાં પાણીની ઉણપથી પણ બ્લડ પ્રેશર અસંતુલિત થઈ શકે છે.આથી દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી અચૂક પીવું જોઈએ. જેથી શરીર હાઈડ્રે્ટેડ અને સ્વસ્થ રહે.

જો તમે 2 લવિંગને હૂંફાળા પાણી સાથે ખાશો તો શું થશે?