Drinking Hot Water: ખાલી પેટ ગરમ પાણી કોને ન પીવું જોઈએ?


By Sanket M Parekh12, Oct 2024 03:44 PMgujaratijagran.com

નુક્સાનદાયક

સવારના સમયે ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે, પરંતુ કેટલાક લોકોને આવું પાણી નુક્સાનદાયક સાબિત થઈ શકે છે. આથી તેમણે ગરમ પાણી પીવાનું ટાળવું જોઈએ.

પાચનતંત્રની સમસ્યા

જે લોકોનું પાચનતંત્ર નબળું હોય છે, તેમણે ખાલી પેટ ગરમ પાણી પીવાથી બચવું જોઈએ. હકીકતમાં ગરમ પાણી પીવાથી તેમની પાચન ક્રિયા વધારે બગડી શકે છે.

હાર્ટ પેશન્ટ

હ્રદય સબંધિત સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ ખાલી પેટ ગરમ પાણી પીવાની ભૂલ ક્યારેય ના કરવી જોઈએ. જેનાથી બ્લડ પ્રેશરને અસર થઈ શકે છે.

પ્રેગ્નેન્ટ મહિલા

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થાય છે. આજ કારણોસર પ્રેગ્નેન્ટ મહિલાઓએ ગરમ પાણી પીવાનું ટાળવું જોઈએ.

હાઈ બ્લડપ્રેશરના દર્દી

ગરમ પાણી બ્લડ પ્રેશરને વધારે છે. જેથી હાઈ બ્લડપ્રેશરના દર્દીઓએ વધારે ગરમ પાણી પીતા પહેલા તકેદારી રાખવી જોઈએ.

એસિડિટીની સમસ્યા

કેટલાક લોકોને એસિડિટીની સમસ્યા હોય છે. એવું મનાય છે કે, પેટમાં ગેસ બનતો હોય, તેવા લોકોએ ગરમ પાણી પીવાથી બચવું જોઈએ.

ડિહાઈડ્રેશનની સમસ્યા

જે લોકોના શરીરમાં પહેલાથી જ પાણીની કમી હોય, તેમણે ગરમ પાણી પીવાથી બચવું જોઈએ, નહીંતર તેમના સ્વાસ્થ્ય પર વિપરિત અસર થઈ શકે છે.

વધારે પરસેવાની સમસ્યા

જો તમને હદથી વધારે પરસેવો થતો હોય, તો તમારા માટે ખાલી પેટ ગરમ પાણી પીવું હિતાવહ નથી, કારણ કે તેની વિપરિત અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે.

Soaked Chana: પલાળેલા ચણા ખાવાના ફાયદા