આરોગ્ય હેલ્થ સેન્ટરના ક્લીનિક ડાયેટિશિયન ડૉ. વી.ડી. ત્રિપાઠીના જણાવ્યા મુજબ, લીંબુનું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે.જો કે તેનું વધારે પડતું સેવન કરવાથી લોકોને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
નિયમિત રીતે વધારે લીંબુ પાણીનું સેવન કરવાથી લોકોને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. જેથી તેના વધારે પડતા સેવનથી બચો.
લીંબુ પાણીનું વધારે પડતું સેવન કરવાથી લોકોને છાતીમાં બળતરાની સમસ્યા સર્જાઈ શકે છે. એવામાં લીંબુ પાણીનું વધારે પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ.
લીંબુ પાણીનું વધારે પડતું સેવન કરવાથી લોકોના હાડકા નબળા પડવાની સમસ્યા થઈ શકે છે. એવામાં લીંબુ પાણીનું વધારે પડતું સેવન કરવાથી બચવું જોઈએ.
પેપ્ટિક અલ્સર એટલે કે પેટના અલ્સરની સમસ્યા થાય તો લોકોએ લીંબુ પાણીનું સેવન કરવાથી બચવું જોઈએ.જેના કારણે લોકોને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત લોકોનું વજન વધારે પડતું ઘટવાથી શરીરમાં આયરનનું પ્રમાણ વધવાની સમસ્યા થઈ શકે છે.
લીંબુ પાણીમાં ડાઈયુરેટિક હોય છે. એવામાં લીંબુ પાણીનું વધારે પડતું સેવન કરવાથી લોકોને વારંવાર પેશાબ જવું પડે છે. આ ઉપરાંત પેશાબ સાથે સંકળાયેલી અન્ય સમસ્યા પણ સર્જાઈ શકે છે.
લીંબુ પાણીનું વધારે પડતું સેવન કરવાથી લોકોને પેટમાં એસિડિટી અને પેટ સાથે સંકળાયેલી અન્ય સમસ્યા સર્જાઈ શકે છે. જેથી તેનું વધારે પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ.