Raisins Benefits: ખાલી પેટ કિસમિસ ખાવાના ફાયદા


By Vanraj Dabhi11, Jan 2025 11:52 AMgujaratijagran.com

ખાલી પેટ કિસમિસનું સેવન

પાણીમાં પલાળેલી કિસમિસનું સેવન હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી આજે અમે તમને સવારે ખાલી પેટે પાણીમાં પલાળેલી કિસમિસ ખાવાના ફાયદા વિશે જણાવીશું.

પોષક તત્વો

કિસમિસમાં ફાઈબર, પોલીફેનોલ્સ, ફ્લેવોનોઈડ્સ અને ફેનોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે.

આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

ફાઈબરથી ભરપૂર સુકી દ્રાક્ષને પાણીમાં પલાળીને ખાવામાં આવે તો આંતરડાનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે.

તણાવ અને બળતરા

કિસમિસમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાં ઓક્સિડેટીવ તણાવ અને બળતરાને દૂર કરવામાં મદદ કરે છે.

હાઈ બ્લડ પ્રેશર

બીપીના દર્દીઓને રોજ પલાળેલી કિસમિસ ખાવાથી તેઓનું બીપી સામાન્ય રહે શકે છે.

વજન નિયંત્રણ

કિસમિસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે શરીરનું વજનને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

થાઈરોઈડ કંટ્રોલ

કિસમિસનું સેવન થાઇરોઇડ હોર્મોનના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

બ્લડ સુગર નોર્મલ રાખે

કિસમિસમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગરની સમસ્યાને નોર્મલ કરી શકે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વરીયાળીનું સેવન નવશેકા પાણી સાથે કરવાથી શું થાય છે, જાણો નિષ્ણાતનો અભિપ્રાય