Wood Apple Benefits: 7 સમસ્યાને દૂર કરી શકે છે આ સસ્તુ ફળ, જાણો તેના જાદુઈ ફાયદા


By Sanket M Parekh12, Dec 2024 04:17 PMgujaratijagran.com

ઔષધિય ગુણોથી ભરપુર

આયુર્વેદમાં અનેક એવી ઔષધી છે, જેનો ઉપયોગ ગંભીર બીમારીઓમાંથી સાજા થવા માટે કરવામાં આવે છે. આવું જ એક ફળ છે કોઠું, જેના ફળ, ફૂલ, ગુંદ, પાન અને છાલનો ઉપયોગ અનેક બીમારીઓની સારવાર માટે કરવામાં આવે છે. કોઠું આંખના રોગ, અસ્થમા અને ગળાની સમસ્યાને દૂર રાખવાનું કામ કરે છે.

સ્કિન ગ્લોઈંગ

કોઠાના પાનનો લેપ સ્કિન સબંધિત રોગને દૂર કરવાનું કામ કરે છે. કોઠાનું સેવન કરવાથી સ્કિન નેચરલ ગ્લો મળવા ઉપરાંત તે વાળનો ગ્રોથ વધારવાનું કામ કરે છે.

ભરપુર એનર્જી

કોઠામાં રહેલ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન શરીરને દિવસભર એનર્જી પુરુ પાડવાનું કામ કરે છે. કોઠાનું નિયમિત સેવન કરવાથી થાક અને નબળાઈ દૂર કરવામાં મદદ મળે છે. જેમાં રહેલ ફાઈબર મસાની સમસ્યા દૂર કરવાનું કામ કરે છે.

હાડકાં અને દાંત માટે ફાયદેમંદ

કોઠામાં કેલ્શિયમ અને ફાસ્ફોરસ હોય છે, જે હાડકાં અને દાંતને મજબૂતી આપવાનું કામ કરે છે. જેના પરિણામે હાડકા સબંધિત બીમારી નથી થતી. આ સાથે જ દાંત અને પેઢામાં સોજાની સમસ્યામાં આરામ મળે છે.

આંખોને હેલ્ધી રાખે

વિટામિન B1 અને B2થી ભરપુર કોઠું આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. જેનું નિયમિત સેવન કરવાથી આંખોમાં બળતરા અને દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.

બાળકોને પેટના દુખાવામાં આરામ

ઔષધીય ગુણોથી ભરપુર કોઠાનું સેવન પેટના દુખાવાની સારવાર માટે પણ કરવામાં આવે છે. કોઠાના રહેલા પલ્પનું શરબત બાળકોને પેટ સબંધિત બીમારીઓથી બચાવવાનું કામ કરે છે.

ભૂખ વધારે

કોઠાનું ચુરણ અથવા શરબત ભૂખની કમી દૂર કરે છે. કોઠાનું નિયમિત શરબત પીવાથી ભૂખ વધવા લાગે છે. આ ઉપરાંત કોઠાનું ચુર્ણ ફાકવાથી ડાઈઝેશન સબંધિત સમસ્યા દૂર થાય છે.

ઈમ્યુનિટી વધારે

કોઠામાં વિટામિન C પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. જેના પરિણામે સિઝનલ બીમારી અને ઈન્ફેક્શનથી સરળતાથી બચી શકાય છે.

Benefits Of Cardamom: દરરોજ એલચી ખાવાના ફાયદા