વરિયાળી ખાવાથી આપણા સ્વાસ્થયને ઘણા ફાયદા મળે છે, પલાળેલી વરિયાળી ખાવાથી મળતા સ્વાસ્થ્ય લાભ વિશે નિષ્ણાતો પાસેથી જાણીએ.
ડાયેટિશિયન ગરિમા ગોયલના જણાવ્યા અનુસાર, લોકો વરિયાળીનું સેવન હર્બલ ટી, સરબત, જમ્યા પછી ચાવવાનું પસંદ કરે છે, પરંતુ પાણીમાં પલાળેલી વરિયાળીને સવારે ખાલી પેટ ખાવાના 5 ફાયદા જણાવીશું.
સવારે નિયમિતપણે પલાળેલી વરિયાળી ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે ગેસ, કબજિયાત, અપચો, પેટનું ફૂલવું વગેરે માટે તે રામબાણ ઉપાય છે.
વરિયાળીના બીજ પોટેશિયમથી ભરપૂર હોય છે, જે માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપીને તે મગજના કાર્યને સુધારવામાં, યાદશક્તિ વધારવામાં અને તમારા મગજને સક્રિય રાખવામાં પણ મદદ કરે છે.
ફાઈબર અને પોટેશિયમથી ભરપૂર વરિયાળી સિસ્ટોલિક હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે. જેના કારણે તે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
પુરૂષોમાં શુક્રાણુઓની ઓછી સંખ્યા, વંધ્યત્વ અને જાતીય ઇચ્છામાં ઘટાડો દૂર રાખવામાં વરિયાળીના બીજ ખૂબ જ ફાયદાકારક છે.
સ્ત્રીઓમાં પીએમએસ, પીરિયડ ક્રેમ્પ્સ અને પીરિયડ્સ દરમિયાન સામાન્ય રક્ત પ્રવાહ જાળવવામાં વરિયાળીના બીજ ખૂબ જ ફાયદાકારક છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.