Makhana Benefits: રોજ એક મુઠ્ઠી મખાના ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? જાણો ન


By Vanraj Dabhi21, Jan 2025 12:22 PMgujaratijagran.com

મખાનાનો ઉપયોગ

કમળમાંથી બનાવેલ મખાના ડ્રાય ફ્રુટ્સ તરીકે ઓળખાય છે, તેનું સેવન શરીર માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે.

પોષક તત્વો

મખાનામાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન સી, બી6, મેગ્નેશિયમ, પ્રોટીન, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.

નિષ્ણાત અભિપ્રાય

જો દરરોજ સવારે એક મુઠ્ઠી મખાના ખાવાથી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થઈ શકે છે. આયુર્વેદ નિષ્ણાત ડિમ્પલ જાંગરાએ મખાનાના અનેક ફાયદાઓ જણાવ્યા છે.

હાડકાં મજબૂત બનાવે

રોજ મખાનાનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. જે સાંધાના દુખાવાથી રાહત આપે છે અને એનર્જી વધારે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

જે લોકોને ડાયાબિટીસ હોય અને બ્લડ સુગર વધી જતું હોય તેમના માટે રોજ મખાનાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

વજન ઘટાડવામાં ફાયદાકારક

મખાનામાં ખૂબ ઓછી કેલરી છે, મખાનાનું સેવન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે, તેથી તેને તંદુરસ્ત નાસ્તા તરીકે ખાઈ શકાય છે.

પાચન સુધારે છે

મખાનાનું સેવન યોગ્ય પાચન જાળવવામાં મદદ કરે છે કારણ કે તે ફાઇબરનો સ્ત્રોત છે. જો કે, તેનું સેવન કરતી વખતે, પુષ્કળ પાણી પીવો, નહીં તો કબજિયાત થઈ શકે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ રોગોમાં કાળી કિસમિસ વરદાન છે, જાણો તેના ફાયદા