Jaggery And Gram Benefits: શિયાળામાં કટકો ગોળ અને મુઠ્ઠી ચણા ખાવાથી શું થાય?


By Sanket M Parekh27, Dec 2024 04:14 PMgujaratijagran.com

પોષક તત્વોથી ભરપુર

ગોળમાં આયરન, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટી ઑક્સિડેન્ટ્સ જેવા પોષક તત્વો મળી આવે છે. જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. જેને અલગ-અલગ રીતે ડાયટમાં સામેલ કરી શકાય છે.

શેકેલા ચણા

શેકેલા ચણા પ્રોટીન, ફાઈબર અને ફેટી એસિડનો રિચ સોર્સ માનવામાં આવે છે. જેનું સેવન કરવાથી તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો.

ગોળ અને શેકેલા ચણાના ફાયદા

આજે અમે આપને જણાવીશું કે, શિયાળામાં ગોળ અને શેકેલા ચણા ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદો મળી શકે છે? તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...

શરીર અંદરથી ગરમ રહેશે

જો તમે શિયાળામાં ગોળ અને શેકેલા ચણા ખાશો, તો તેનાથી શરીર અંદરથી ગરમ રહે છે. જેથી તમારે ગોળ અને શેકેલા ચણાનું સેવન કરવું જ રહ્યું.

હાડકા મજબૂત

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ગોળ અને શેકેલા ચણા કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપુર હોય છે. જે હાડકાની મજબૂતી માટે જરૂરી છે.

કબજિયાતમાં ફાયદેમંદ

કબજિયાતની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ગોળ અને ચણા રામબાણથી કમ નથી, કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. જેનાથી આંતરડા સ્વસ્થ રહે છે અને પેટ સરળતાથી સાફ થાય છે.

ચહેરા પર નિખાર

ગોળ અને શેકેલા ચણા બ્લડમાંથી ટોક્સિક પદાર્થોને બહાર નીકાળવામાં મદદ કરે છે. જેનાથી લોહી શુદ્ધ થાય છે અને સ્કિનમાં નેચરલી ગ્લો જોવા મળશે.

ઈમ્યુનિટી બૂસ્ટ

ગોળ અને ચણા વિટામિન C અને એન્ટી ઓક્સિડેન્ટ્સ જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. જે તમારી ઈમ્યુનિટીની બૂસ્ટ કરવાનું કામ કરે છે. જેના પરિણામે તમે સિઝનલ બીમારીઓથી બચી શકો છો.

Benefits Of Eating Betel Leaf: શિયાળામાં પાનના પત્તા ખાવાથી થાય છે અનેક ફાયદા