સૂકા નારિયેળનો ઉપયોગ પૂજાથી લઈને વિવિધ વાનગીઓ બનાવવામાં થાય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
સૂકા નારિયેળમાં વિટામિન B6, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષક તત્વો પ્રમાણમાં મળી આવે છે.
ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલ કહે છે કે, સૂકા નારિયેળમાં ગરમીની અસર હોય છે. શિયાળામાં તેને ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે.
સૂકા નારિયેળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે.
ફિનોલિક સંયોજનો છે, જે કોષોને ઓક્સિડેટીવ નુકસાનથી બચાવે છે. આ ઉપરાંત તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
સૂકું નાળિયેર ખાવાથી સાંધાનો દુખાવો અને સોજો ઓછો થાય છે. તે સંધિવાના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે.
સૂકા નારિયેળનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને સુધારે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.