ભીંડાના પાણીમાં વિટામિન C પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેથી તેનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જે તમને સિઝનલ બીમારીઓથી બચાવે છે.
આયરનથી ભરપુર ભીંડાનું પાણી પીવાથી એનીમિયામાં ફાયદો થાય છે.જેનાથી હિમોગ્લોબિનનું લેવલ વધારવામાં મદદ મળે છે. આમ ભીંડાનું પાણી શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે.
ભીંડાનું પાણી ફાઈબરથી ભરપુર હોય છે. એવામાં તેનું સેવન કરવાથી પાચન તંત્ર મજબૂત બને છે. ભીંડાના પાણીનું નિયમિત સેવન કરવાથી પેટ સબંધિત સમસ્યામાં આરામ મળે છે.
ભીંડાનું પાણી આંખોને પણ હેલ્ધી બનાવે છે. ભીંડાના પાણીમાં રહેલા ગુણોના કારણે આંખ સાથે સંકળાયેલી બીમારીઓ થવાનો ખતરો મહદઅંશે ટળી જાય છે.
આ માટે 5-7 ભીંડાને વચ્ચેથી કાપીને 2 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને રાખો. હવે વહેલી સવારે તેને ક્રશ કરીને મિક્સ કરી દો અને પછી પી જાવ.
ખાવાના 30 મિનિટ પહેલા ભીંડાના પાણીનું પી શકાય છે. જો તમને ભીંડાની એલર્જી હોય, તો તમારે તેનું પાણી પીતા પહેલા તબીબની સલાહ લેવી જ રહી.