મખાના એક અદ્ભુત સુપર ફૂડ છે. તેનું સેવન કરવાથી પુરુષોને ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે. ચાલો જાણીએ.
મખાનામાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ વગેરે પોષક તત્વો જોવા મળે છે.
મખાનામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી તેને દૂધમાં પલાળીને ખાવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે.
મખાના એ એન્ટિઓક્સિડન્ટ્સ અને એમિનો એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. દૂધમાં પલાળીને તેનું સેવન કરવાથી તે તમારી ત્વચાને ફ્રી રેડિકલથી બચાવશે.
મખાના અને દૂધ બંનેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. દૂધમાં પલાળી મખાના ખાવાથી હાડકાંની તંદુરસ્તી સુધરે છે.
મખાનામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોવાથી તેનું સેવન કરવાથી શરીરમાંથી નબળાઈ અને થાકને દૂર કરે છે.
મખાના અને દૂધનું મિશ્રણમાં હાઈપોગ્લાયકેમિક અને એન્ટીઑકિસડન્ટ ગુણો જોવા મળે છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.
મખાનામાં આલ્કલોઇડ નામનું તત્વ જોવા મળે છે,જે હૃદયને અનેક પ્રકારની બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.
તેમાં ઓછી કેલરી હોવાથી તમે તમારા વજન ઘટાડવાના આહારમાં મખાના અને દૂધનો સમાવેશ કરી શકો છો.
સ્વાસ્થ્ય સંબંધિત આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.