ભોંયરીંગણી છોડને કાટેરી અથવા કાંતકરી પણ કહેવામાં આવે છે. તે એક કાંટાવાળો છોડ છે, જેનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. ચાલો આજે તેના સ્વાસ્થ્ય લાભો વિશે જાણીશું.
ભોંયરીંગણીનો છોડ અનેક ગુણોથી ભરપૂર છે, જે શરદી અને ઉધરસથી રાહત અપાવવામાં મદદ કરે છે. આ માટે તમે આ છોડના મૂળનો ઉકાળો મધ સાથે પી શકો છો.
ઘણી વખત રાત્રે સૂતી વખતે પગના તળિયામાં બળતરા થતી હોય છે, તેનાથી રાહત મેળવવા માટે ભોંયરીંગણીની દાંડી, ફૂલો અને ફળોનો ઉપયોગ કરવામાં આવે છે.
શરીરની નબળાઈ દૂર કરવા માટે ભોંયરીંગણીના તાજા પાનનો રસ દિવસમાં બે વાર પીવાથી ફાયદો થાય છે.
ભોંયરીંગણીનો છોડ સંધિવાના દર્દીઓ માટે ચમત્કારિક સાબિત થઈ શકે છે. તેનો ઉપયોગ સાંધાનો દુખાવો ઓછો કરે છે.
આર્થરાઈટીસના દુખાવામાં રાહત મેળવવા માટે તમે ભોંયરીંગણીની પેસ્ટને સાંધા પર લગાવી શકો છો. આ સોજો ઘટાડવામાં પણ મદદ કરે છે.
જો તમને મૂત્રાશયની પથરીની સમસ્યા હોય તો ભોંયરીંગણીના છોડનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
પથરી માટે સૌપ્રથમભોંયરીંગણી છોડના મૂળનો પાવડર બનાવી તેમાં 2 ચમચી દહીં મિક્સ કરીને ખાઓ. આવું 7 દિવસ સુધી કરવું ફાયદાકારક સાબિત થાય છે.
ભોંયરીંગણીનો ઉપયોગ કરતા પહેલા વ્યક્તિએ ચોક્કસપણે ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
સ્વાસ્થ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.