આમળાના રસમાં આયર્ન, કેરોટિન, ફાઈબર, જસત, વિટામિન-બી, વિટામિન-સી, કેલ્શિયમ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે.
આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને તમને શરદી અને ઉધરસ જેવી બીમારીઓથી બચાવે છે.
આમળા પાચનને સુધારે છે અને કબજિયાત અને અપચોની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
આમળામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાને ફ્રી રેડિકલથી બચાવે છે અને તેને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. તે ડાઘ અને કરચલીઓ ઘટાડવામાં પણ મદદ કરે છે.
આમળા આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે અને મોતિયા જેવી સમસ્યાઓથી બચાવે છે.
આમળા વાળને મજબૂત બનાવે છે અને વાળ ખરતા અટકાવવાની સાથે તે વાળને કાળા અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે.
તમે આમળાને કાચા, આમળાનું જ્યુસ, આમળાનો પાઉડર, આમળાની ચટણી, આમળાનો મુખવાસ, આમળાનું અથાણું, મુરબ્બો વગેરે બનાવીને સેવન કરી શકો છો.
જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.