ડૉ. શ્રેયા શર્માના જણાવ્યા મુજબ, ગુલકંદમાં એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી અને એન્ટી ઑક્સિડેન્ટ ગુણ મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ગુલકંદનું પાણી પીવું પેટ માટે ફાયદેમંદ છે. જેમાં રહેલા પોષક તત્વો પેટ સાથે સંકળાયેલી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે જ કબજિયાત, અપચો, ગેસ અને એસિડિટીની સમસ્યા દૂર કરે ચે.
ગુલકંદનું પાણી મોંઢાના ચાંદા પણ મટાડે છે. આ પાણીનું નિયમિત સેવન કરવાથી મોંઢામાં ઈન્ફેક્શનની સમસ્યા પણ દૂર થાય છે.
ગુલકંદનું પાણી પીવાથી પીરિયડ્સમાં થતા દુખાવામાં આરામ મળે છે. આ સાથે જ વધુ પડતાં બ્લીડિંગની સમસ્યા પણ દૂર થાય છે.
ગુલકંદનું પાણી સ્કિન માટે પણ ફાયદેમંદ હોય છે. આ પાણી ચહેરા પર લગાવવાથી ડાઘ-ધબ્બા દૂર થાય છે. આ સાથે જ તે ચહેરાની ચમક પણ વધારે છે.
ગુલકંદનું પાણી પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. આ સાથે જ શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં પણ મદદ મળે છે.
ગુલકંદનું પાણી શરીરની ઈમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સાથે જ તેનું સેવન કરવાથી તમારા શરીરને રોગો સામે લડવામાં મદદ મળે છે.