શિયાળાની ઠંડી હવામાનમાં બગીચો ઘણીવાર સૂનો લાગી શકે છે, પણ થોડા ખાસ છોડ વાવીને તમે તમારા ઘરને રંગ અને સુગંધથી ભરપૂર બનાવી શકો છો. આ ફૂલો ઠંડીને સહન કરી શકે છે અને ઓછા જતનથી ખીલી ઊઠે છે. ચાલો જોઈએ, શિયાળામાં ઉગાડવા માટેના કેટલાક સુંદર ફૂલો
ગુલાબ સૌંદર્ય અને પ્રેમનું પ્રતિક છે. શિયાળામાં તે સૌથી વધુ ખીલે છે અને તેની સુગંધ આખા ઘરને તાજગીભરી બનાવી દે છે. દરરોજ હળવું પાણી આપો, સૂર્યપ્રકાશમાં રાખો અને સૂકા પાંદડા દૂર કરો.
આ ફૂલ તહેવારોમાં અને સજાવટમાં ખૂબ ઉપયોગી છે. તે ઠંડીમાં પણ સતત ખીલી રહે છે.તેને પૂર્ણ સૂર્યપ્રકાશ જરૂરી છે. જમીન સારી રીતે પાણી નિતારેલી હોવી જોઈએ. 15 દિવસે એક વાર હળવો ખાતર આપો.
નાના સફેદ ફૂલો અને મોહક સુગંધ ધરાવતો જાસ્મીન શિયાળામાં પણ તમારું ઘર તાજું રાખે છે.તેને હળવો સૂર્યપ્રકાશ આપો અને નિયમિત પાણી આપવાની જરૂર પડે છે.
લાલ અને નારંગી ફૂલો ધરાવતો ગુલમહોર તમારા બગીચામાં ઉર્જાનો સ્પર્શ લાવે છે.તેને શિયાળામાં હળવો સૂર્યપ્રકાશ મળે તે જગ્યાએ રાખો અને ઠંડી પવનથી બચાવો. મોટો કુંડો કે ખાલી જગ્યા વધુ યોગ્ય છે.
શિયાળાનો સૌથી રંગબેરંગી ફૂલ ગણાતો આ છોડ વિવિધ રંગો અને આકારોમાં ખીલે છે.તેને અઠવાડિયામાં બે-ત્રણ વાર પાણી આપો, સૂર્યપ્રકાશમાં રાખો અને સૂકા ફૂલો સમયસર કાપો જેથી નવા ફૂલો આવે.
એલોવેરા માત્ર ઔષધીય છોડ જ નહીં, તેના નાજુક પીળા કે નારંગી ફૂલો શિયાળામાં ખાસ આકર્ષક લાગે છે.તેને ઓછી પાણીની જરૂર પડે જમીન સંપૂર્ણ સુકાય ત્યારે જ પાણી આપો. બાલ્કની કે વિન્ડો પાસે રાખો જ્યાં સૂર્ય પ્રકાશ મળે.
અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.