હાઈ બ્લડ પ્રેશર એક એવી સ્થિતિ છે, જેમાં લોહી ધમનીઓ પર દબાણ કરે છે. જેના પગલે હાર્ટ એટેક પણ આવી શકે છે.
આજે અમે તમને કેટલાક એવા ફૂડ્સ વિશે જણાવીશું, જે બ્લડ પ્રેશર વધારે થવા પર તમારી ડાયટમાંથી બિલકુલ દૂર કરી દેવા જોઈએ.
હાઈ બ્લડ પ્રેશરમાં મીઠું ખાવાથી બચવું જોઈએ. મીઠામાં સોડિયમ હોય છે, જે તમારી બ્લડ પ્રેશરની સમસ્યાને વધારી શકે છે.
વધારે પડતી ખાંડ ખાવાથી વજન વધી શકે છે. જેના કારણે ધીમે-ધીમે બ્લડ પ્રેશર વધવા લાગે છે. આથી ખાંડનું સેવન ટાળવું જોઈએ.
વધારે પડતો દારૂ પીવાથી પણ લાંબા સમય સુધી બ્લડ પ્રેશર વધેલું રહી શકે છે. જેનાથી કિડની ખરાબ થવાનો જોખમ પણ વધી જાય છે.
હાઈ બ્લડ પ્રેશરમાં રેડ મીટનું સેવન હાનિકારક નીવડી શકે છે, કારણ કે તેમાં સિચ્યુરેટેડ ફેટ્સ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય છે.
હાઈ બ્લડપ્રેશરમાં તમે નટ્સ ખાઈ શકો છે. જે મેગ્નેશિયમ અને પોલીઅનસેચ્યુરેટેડથી ભરપુર હોય છે. જે બ્લડ પ્રેશરની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે.