Bananas: તમે પણ કેળા સાથે આ વસ્તુઓ ખાતા હોય તો થઈ જજો સાવધાન, પેટમાં થઈ જશે ગરબડ


By Sanket M Parekh22, Oct 2024 03:46 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

પોતાની બૉડીને ફિટ રાખવા માટે લોકો રોજ સવારે એક કેળું ખાવાનું પસંદ કરે છે. જેમાં રહેલા ગુણ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે, પરંતુ જો તમે કેળા સાથે અન્ય કોઈ વસ્તુઓનું પણ સેવન કરતા હોવ, તો પહેલા જાણી લો આયુર્વેદમાં કેળા સાથે કઈ વસ્તુઓ ખાવાની મનાઈ છે. આ મામલે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોસ્પિટલના ડાયેટિશિય રિતુ પુરી પાસેથી જાણીએ...

હાઈ પ્રોટીન ફૂડ સાથે

ઈંડા કે મીટ જેવા હાઈ પ્રોટીન ફૂડ સાથે કેળા ખાવાથી બચવું જોઈએ. કેળામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જેને પ્રોટીનયુક્ત ફૂડ સાથે ખાવાથી પાચન સબંધિત સમસ્યા વકરી શકે છે.

મીઠાઈ સાથે

જો તમે મીઠાઈ અને કેળા એકસાથે ખાતા હોવ, તો આ ભૂલ ક્યારેય ના કરશો. મીઠાઈ સાથે કેળા ખાવાથી બૉડીમાં સુગર વધારે પ્રમાણમાં ઈન્ટેક થાય છે. જેનાથી તમને વજન વધવાની સમસ્યા થઈ શકે છે.

દૂધ સાથે

કેળાને દૂધ અથવા દહી સાથે ખાવાથી તેમા રહેલા પોષક તત્વોનો ડોઝ બૉડીમાં વધી જાય છે. એવામાં તમને બ્લોટિંગ, ગેસ, અપચો વગેરે જેવી સમસ્યા થઈ શકે છે. આ સાથે જ દૂધમાં સમારેલા કેળા મિક્સ કરીને કે બનાના શેક બનાવીને પણ ના લેવા જોઈએ.

ખાટ્ટા ફળ સાથે કેળા

જો તમે ઘરે કેળાના ખાટ્ટા ફળો સાથે ખાતા હોવ, તો આવી ભૂલ બિલકુલ ના કરશો. દ્રાક્ષ, સંતરા અને લીંબુ જેવા ખાટ્ટા ફળો સાથે કેળા ખાવાથી તમને અપચા જેવી સમસ્યા થઈ શકે છે.

ઠંડી વસ્તુ સાથે

ઘણાં લોકો કેળા ખાવાની સાથે દહી, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રીન્ક, ઠંડા પાણી પીતા હોય છે. આમ કરવાથી તમને પેટ સાથે સંકળાયેલી અનેક સમસ્યા થઈ શકે છે.

તરબૂચ સાથે

કેળા સાથે તરબૂચ પણ ના ખાવું જોઈએ, કારણ કે કેળા પચવામાં સમય લે છે, જ્યારે તરબૂચ ઝડપથી પચી જાય છે. એવામાં બન્નેને એકસાથે ખાવાથી ગેસ, બ્લોટિંગ અને બેચેની જેવી સમસ્યા થઈ શકે છે.

એવોકાડો સાથે

કેળા અને એવોકાડો બન્ને પોટેશિયમથી ભરપુર હોય છે. એવામાં બન્નેને એકસાથે ખાવાથી બ્લડમાં પોટેશિયમનું પ્રમાણ વધી જાય છે, જેને હાયપરકેલેમિયા ડિસઑર્ડર કહેવામાં આવે છે.

Clean Stomach: પાણીમાં ઘી આવી રીતે મિક્સ કરીને પીવો, પેટ રહેશે સાફ