ઘરમાંથી ગરોળી ભગાવવાના ઘરેલું ઉપાય


By Vanraj Dabhi27, Mar 2025 12:31 PMgujaratijagran.com

ગરોળી ભગાવવાના ઘરેલું ઉપાય

ઉનાળા ઘણા લોકો ગરમીથી જ નહીં, પરંતુ ઘરમાં દેખાતા જંતુઓ જેવા કે ગરોળી, કરોળિયાથી પણ પરેશાન થઈ જાય છે.

ગરોળીને ભગાડો

ઘરમાં રખડતી ગરોળીઓથી દેરક લોકો પરેશાન છે. દરવાજા અને બારીઓ બંધ કર્યા પછી પણ, તેઓ ક્યાંકથી ઘરમાં ઘૂસી જાય છે. આજે અમે આ લેખમાં તમને ઘરમાંથી તેને ભગાડવાની કેટલીક રીતો જણાવીશું.

ગરોળી શેનાથી ડરે છે?

ગરોળીને તીવ્ર ગંધવાળી વસ્તુઓ બિલકુલ નથી ગમતી. તેમને ઘરમાંથી ભગાડવા માટે તમે લસણની કળી કે ડુંગળીના ટુકડા ઘરના ખૂણામાં રાખો જેથી તે ઘરમાં નહીં આવે.

લીંબુ અને લાલ મરચું પાવડર

ગરોળીને ઘરમાંથી ભગાડવા માટે લાલ મરચું પાવડર અને લીંબુનો રસ મિક્સ કરીને ઘરમાં જ્યાં ગરોળી વધુ દેખાય ત્યાં છાંટો, તેની તીવ્ર ગંધને કારણે ગરોડી ભાગી જશે.

તુલસીનું તેલ

ગરોળીથી બચવા માટે તમે તુલસીના તેલનો ઉપયોગ કરી શકો છો. તેમાં મિથાઈલ સિનામેટ અને લીનાલૂલ જેવા તત્વો જોવા મળે છે, આનાથી ગરોળી દૂર ભાગી જાય છે.

મરીનો સ્પ્રે

ગરોળીને ઘરમાંથી ભાગાડવા માટે તમે એક ગ્લાસ પાણીમાં એક ચમચી કાળા મરીનો પાવડર મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરો અને પછી દરવાજા, બારીઓ અને ઘરના દરેક ખૂણાઓ પર સ્પ્રે કરો.

ઘરમાં લાઇટ ઓછી રાખો

ઘણીવાર તમે જોયું હશે કે ગરોળી મોટાભાગે ત્યાં આવે છે જ્યાં જંતુઓ હોય છે. તેથી, રાત્રે રૂમમાં વધારાની લાઇટ બંધ રાખો જેથી જંતુઓ ઓછા આવે.

વાંચતા રહો

ગરોળી ઘરમાં ફરશે નહીં, બસ આ યુક્તિ કરો. આવી જીવનશૈલી સંબંધિત તમામ એપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Curry Leaves: રોજ મીઠા લીમડાના કેટલા પાન ખાવા જોઈએ