ફુદીનાના પાન પોષક તત્વોથી ભરપૂર હોય છે, જેના પાંદડા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના 5 ફાયદા.
રોજ એક કપ ફુદીનાની સાથે તેનું પાણીનું સેવન શરીરના સ્વાસ્થ્ય માટે રામબાણ માનવામાં આવે છે.
ફુદીનાનું પાણીમાં એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે, તેનું સેવન કરવાથી ત્વચા ચમકદાર બને છે અને ખીલ દૂર કરે છે.
લોકોને ઘણીવાર પેટમાં એસિડિટી થવા લાગે છે, તેનાથી છૂટકારો મેળવવા માટે ફુદીનાનું પાણી પી શકો છો, જે શરીરમાં ઠંડક આપે છે.
એક કપ ફુદીનાનું પાણી પીવાથી મેટાબોલિઝમ મજબૂત થાય છે, જે વજન ઝડપથી ઘટાડે છે.
જો કંઈપણ ખાધા કે પીધા પછી પેટમાં ગેસ થતો હોય, તો તેનાથી રાહત મેળવવા માટે એક કપ ફુદીનાનું પાણી પી શકો છો.
રાત્રે એક ગ્લાસ પાણીમાં 2-3 ફુદીનાના પાંદડા પલાળી પછી તેનું સવારે ઉઠ્યા બાદ ગરણી વડે ગાળીને તેનું સેવન કરો.
આરોગ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.