Avocado Side Effects: એવોકાડો ખાવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે 4 નુકસાન


By Sanket M Parekh04, Feb 2025 04:21 PMgujaratijagran.com

સુપરફૂડ

એવોકાડો એક સુપરફૂડ છે. જેને ખાવાથી સ્વાસ્થ્યને સ્વાસ્થ્યને જાદુઈ ફાયદા થઈ શકે છે . જો કે વધુ પડતું એવોકાડોનું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

સ્વાસ્થ્યને નુકસાન

દરરોજ વધુ પડતો એવોકાડો ખાવાથી શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે. એવોકાડનું વધુ પડતું સેવન સ્વસ્થ્ય વ્યક્તિની તબિયત બગાડી શકે છે.

એવોકાડોમાં પોષક તત્વ

એવોકાડોમાં ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન, મેંગેનીઝ, ફાસ્ફોરસ, કૉપર અને જીંક જેવા અનેક પોષક તત્વો મળી આવે છે.

વજન વધારે

જો તમે શરીરનું વજન વધારવા ના માંગતા હોવ, તો તમારે એવોકાડોથી દૂર જ રહેવું જોઈએ. એવોકાડો વધુ પડતું ખાવાથી વજન ઝડપથી વધવા લાગે છે.

પેટમાં ગેસ

વધારે પ્રમાણમાં એવોકાડો ખાવાથી પેટમાં ગેસ બનવા લાગે છે, કારણ કે તેમાં હાઈ ફાઈબર મળી આવે છે. આ સાથે જ પાચન સબંધિત સમસ્યા પણ વકરી શકે છે.

માઈગ્રેનની સમસ્યા વધારે

જે લોકોને માઈગ્રેનની સમસ્યા હોય, તો તેમણે એવોકાડો ખાવાથી બચવું જોઈએ, કારણ કે એવોકાડો ખાવાથી માઈગ્રેન ટ્રિગર થઈ શકે છે.

એલર્જી વાળા ના ખાય

કેટલાક લોકોને એવોકાડો ખાવાથી એલર્જી થઈ શકે છે. જેના કારણે ખણ આવવી, શરીરમાં સોજા આવવા તેમજ લાલ ચકામા પડી જવા જેવી સમસ્યા જોવા મળે છે.

ચાની આદત કેવી રીતે છોડી શકાય ?