જો તમે ધ્યાન આપ્યા વગર કાજુ ખાવો છો તો તમારા શરીરમાં એક્સ્ટ્રા કેલેરીનો સંચય થાય છે અને તેને લીધે વજન વધી શકે છે
જ્યારે કાજુનું વધારે પડતુ સેવન કરવામાં આવે છે ત્યારે કબજિયાત, અપચો, ગેસ અને પેટમાં સોજા જેવી સમસ્યા સર્જાઈ શકે છે
વધારે પડતા કાજુ ખાવાથી એલર્જીનું જોખમ પણ રહેલું છે. એનાફિલેક્સિસ જેવી એલર્જિક પ્રતિક્રિયા થઈ શકે છે
કાજુમાં સોડિયમનું ખૂબ જ ઓછું પ્રમાણ હોય છે, જોકે તમે શેકેલા અથવા નમકીન કાજુ ખાવો છો તો તેમાં એક્સ્ટ્રા સોડિયમ હોય છે.
કાજુમાં એમીનો એસિડ જેવા ટાયરામીન અને ફેનિલએથિલામીન હોય છે, જે કેટલાક લોકોમાં માથાના દુખાવા અને માઈગ્રેનને ટ્રિગર કરી શકે છે.
કાજુ એક લો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ (જીઆઈ) ફૂડ છે, જોકે તેનું વધારે પડતુ સેવન કરવાથી બ્લડ સુગર લેવલમાં વધઘટ થઈ શકે છે. આ ફક્ત માહિતી માટે છે. વધુ જાણકારી માટે નિષ્ણાત કે ડોક્ટરની સલાહ લેવી