મખાનામાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ પ્રોટીન, ફાઇબર અને મેગ્નેશિયમનો સ્ત્રોત છે.
દરરોજ 1 વાટકી મખાના ખાવાથી વજન ઘટે છે. મખાના એ ઓછી કેલરીવાળી ખાદ્ય વસ્તુઓ છે, જે ફાઈબરથી ભરપૂર હોય છે.
મખાના ખાવાથી શરીરનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ કારણે આપણો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ વધારે નથી વધતો.
મખાનામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ મળી આવે છે, જે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે.
મખાના પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોનો કુદરતી સ્ત્રોત છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે.
મખાના ખાવાથી શરીરમાં સોજાની સમસ્યામાં રાહત મળે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે બળતરા ઘટાડે છે.
મખાના એ હળવો અને સ્વાદહીન નાસ્તો છે. તે ઉચ્ચ ફાઇબરયુક્ત ખોરાક છે, જે દરરોજ ખાવાથી પાચન શક્તિ વધે છે.