Gas Relief Tips: જમ્યા પછી પેટ ફુગ્ગાની માફક ફુલવા લાગે તો શું ખાવું જોઈએ?


By Sanket M Parekh26, Nov 2024 03:50 PMgujaratijagran.com

પેટ ફુલવાની સમસ્યા

અત્યારના સમયમાં ખોટી ખાણીપીણીના કારણે લોકો ઝડપથી પેટ ફૂલવાની સમસ્યાનો શિકાર થઈ રહ્યા છે. જેને બ્લોટિંગ પણ કહેવામાં આવે છે.

આદુ

પેટ ફુલવાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે તમે આદુનો ઉપયોગ કરી શકો છો. જે તમારી ડાઈઝેસ્ટિવ સિસ્ટમને મજબૂત બનાવવાની સાથે-સાથે બ્લોટિંગથી પણ છૂટકારો આપે છે.

વરિયાળી ચાવ

સામાન્ય રીતે વરિયાળી નેચરલ માઉથ ફ્રેશનરનું કામ કરે છે, પરંતુ વરિયાળી ચાવવાથી બ્લોટિંગની સમસ્યાથી મુક્તિ મળી શકે છે.

ફૂદીનાના પાન

ફૂદીનાના પાન આયુર્વેદિક ગુણોથી ભરપુર હોય છે. હકીકતમાં ફુદીનાની તાસીર ઠંડી હોય છે. જે પેટને ઠંડક આપવાનું કામ કરે છે. જેના કારણે પણ પેટ ફુલવાની સમસ્યામાંથી મહદઅંશે મુક્તિ મળે છે.

ફૂદીનાની ચા

આ માટે તમે ફૂદીનાના પાનથી બનેલી ચા પી શકો છો. જેનાથી તમે થોડા દિવસમાં ફરક દેખાવા માંડશે.

જીરાનું પાણી

જો તમે એક ચમચી હુંફાળા પાણીમાં આખા જીરા પલાળીને તેનું પાણી પીવો છો, તો તેનાથી પણ બ્લોટિંગની સમસ્યામાંથી મહદઅંશે મુક્તિ મળી શકે છે.

Amla Juice: આમળાનો રસ પીવાના ફાયદા