ગોળ ખાવાનો ટેસ્ટ વધારવા સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ હોય છે. જો કે ગોળમાં ભેળસેળ હોય તો ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. એવામાં તમે ખાઈ રહ્યા છો, તે ગોળ અસલી છે કે નકલી? તે જાણવા માટે આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું
અસલી ગોળનો રંગ લાઈટ બ્રાઉન હોય છે. જ્યારે નકલી ગોળ ડાર્ક યલો અથવા ચમકતા બ્રાઉન કલરનો હોય છે. નકલી ગોળને ચમકતો રાખવા માટે તેમાં કેમિકલની ભેળસેળ કરવામાં આવે છે.
અસલી ગોળ સ્વાદમાં નેચરલી મીઠો હોય છે. જેને ખાવાથી તે ગળામાં ચોંટતો પણ નથી. જ્યારે નકલી ગોળની વધારે પડતો ગળ્યો અને તેનું ગળપણ નકલી લાગે છે. ઘણી વખત નકલી ગોળ ચીકણો પણ હોઈ શકે છે.
ગોળની પ્યોરિટી ઓળખવા માટે તેને પાણીમાં રાખીને જુઓ. જો અસલી ગોળ હશે, તો તે ઝડપથી પાણીમાં ઓગળી જશે. જ્યારે નકલી ગોળ હશે, તો તે પાણીને ડહોળું કરી નાંખશે.
અસલી ગોળની સુગંધ નેચરલ અને ફ્રેશ હોય છે. જ્યારે નકલી ગોળમાં કેમિકલ હોવાના કારણે તેની સ્મેલ થોડી વિચિત્ર લાગે છે, જે ગોળ નકલી હોવાનો સંકેત છે.
અસલી ગોળનું ટેક્સ્ચર સામાન્ય કરકરું અને ઓછું સૉફ્ટ હોય છે. જ્યારે નકલી ગોળનું ટેક્સ્ચર ખૂબ જ સૉફ્ટ અને ટાઈટ હોય છે, કારણ કે તેને સૉફ્ટ કરવા માટે તેમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.
ક્યારેય પણ ગોળ ખરીદો, ત્યારે સારી બ્રાન્ડ અને વિશ્વાસપાત્ર દુકાનદાર પાસેથી જ ખરીદવાનો નિયમ રાખો. સસ્તો અને ચમકતો હોય તેવો ગોળ ખરીદવાનું ટાળો, કારણ કે તેમાં ભેળસેળ હોઈ શકે છે. જેને ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર વિપરિત અસર થાય છે.