ઠંડા વાતાવરણમાં પકોડા ખાવાનું મન થાય તો તમે પાલક પકોડાની રેસીપી ટ્રાય કરી શકો છો, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.
પાલક, ડુંગળી, ચણાનો લોટ,ચોખાનો લોટ,લીલા મરચાં, આદુ-લસણની પેસ્ટ, લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, અજમો, હીંગ, તેલ,
પાલકને ધોઈને નીતારી લો અને બારીક સમારી લો. તેને એક મોટા બાઉલમાં લો.
પાલકમાં સમારેલી ડુંગળી, લીલા મરચાં ઉમેરો. પછી તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ અને બધા સુકા મસાલા (લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, અજમો, હીંગ) ઉમેરો.
બધું બરાબર મિક્સ કરો. જરૂર લાગે તો જ થોડું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરો.
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ મધ્યમ ગરમ થાય એટલે ખીરાના નાના ગોળા તેલમાં મૂકો.
પકોડાને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
વધારાનું તેલ નીતારીને ટીસ્યુ પેપર પર કાઢો અને ગરમાગરમ ચા, લીલી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.