ડાયાબિટીસને મધુમેહ પણ કહેવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે, જેમાં શરીરમાં ઈસ્યુલિનનું લેવલ યોગ્ય નથી રહેતું. ઈસ્યુલિન જે શરીરમાં ગ્લુકોઝને કંટ્રોલ કરે છે, તેના વિના શરીરમાં ગ્લુકોઝનું લેવલ અચાનક ખૂબ વધી જાય છે.
ડાયાબિટીસની શરૂઆત ધીમે-ધીમે થાય છે, જેના કેટલાક શરૂઆતના સંકેત છે. જો તેને સમયસર ઓળખી લેવામાં આવે, તો બીમારીને કંટ્રોલ કરી શકાય છે. તો ચાલો જાણીએ ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. સ્મિતા ભૉઈર પાટિલ પાસેથી જાણીએ શરીરમાં જોવા મળતા ડાયાબિટીસના પ્રાથમિક લક્ષણો ક્યા છે
જો તમારા શરીરમાં ગ્લુકોઝનું લેવલ એકદમ વધી જાય, તો તેને બહાર કાઢવા માટે શરીરને વધારે પાણીની જરૂર પડે છે. જેના પરિણામે વ્યક્તિને વારંવાર તરસ લાગે છે અને સતત પાણી પીવાની ઈચ્છા થતી રહે છે.
જ્યારે શરીરમાં વધુ ગ્લુકોઝ હોય, તો તેમાંથી છૂટકારો મેળવવા કિડનીને વધારે પેશાબ બનાવવો પડે છે. જેના પરિણામે વારંવાર પેશાબ કરવા જવાની સમસ્યા થાય છે. આ સમસ્યા દિવસ-રાત ગમે તે સમયે રહે છે.
ડાયાબિટીસની સ્થિતિમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ શકે છે. જેના પરિણામે ઘા મટવામાં વાર લાગે છે. નાના કટ અને સામાન્ય છોલાવવા જેવા ઘામાં જલ્દી રૂઝ નથી આવતી.
જ્યારે શરીરમાં ગ્લુકોઝનું લેવક એકદમ વધી જાય, તો શરીરના સેલને પુરતી ઉર્જા નથી મળી શકતી. જેના પરિણામે વ્યક્તિને થાક અને નબળાઈનો અહેસાસ થતો રહે છે.
જો શરીરમાં ગ્લુકોઝનું લેવલ વધી જાય, તો શરીરમાં ખંજવાળ આવવા લાગે છે. આ સાથે જ સ્કીન કાળી પડવા લાગે છે. આથી આવા લક્ષણને સામાન્ય સમજીને નજરઅંદાજ કરવાની ભૂલ ના કરવી જોઈએ.
વધુ પડતા ગ્લુકોઝના કારણે આંખોના લેન્સ પર પાણી વધી જાય છે. જેના પરિણામે દ્રષ્ટિ ધૂંધળી થવા લાગે છે. તમારું બ્લડ સુગર હાઈ હોવાનો આ પણ એક સંકેત હોઈ શકે છે.