શિયાળામાં રોજ કેસરવાળુ દૂધ પીવાથી શરીરને મળશે અદભુત ફાયદા


By Dimpal Goyal27, Jan 2026 10:58 AMgujaratijagran.com

કેસર

કેસર એક એવી કિંમતી વસ્તુ છે કે જેનો ઉપયોગ ભોજનમાં સ્વાદ અને રંગ ઉમેરવા માટે થાય છે. પણ શું તમે જાણો છો? આ કેસર સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે.

ગોલ્ડન સ્પાઇસ

આયુર્વેદમાં કેસરને શક્તિ આપનાર ઔષધિ માનવામાં આવે છે. તેની અમૂલ્ય ગુણવત્તાને કારણે તેને વિશ્વભરમાં 'ગોલ્ડન સ્પાઈસ' તરીકે ઓળખવામાં આવે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે

કેસર એન્ટી-ઑકિસડન્ટથી ભરપૂર હોય છે, જે શરીરને રોગો સામે લડવાની તાકાત આપે છે. જો કેસરને હળદર, આદુ અથવા તજ જેવા મસાલા સાથે લેવામાં આવે, તો તેની અસર બમણી થઈ જાય છે.

મૂડ સારો કરે

જો તમે વારંવાર સ્ટ્રેસ, બેચેની કે ઉદાસી અનુભવતા હોય તો કેસરનું સેવન વરદાનરૂપ છે. સંશોધનો મુજબ, કેસર નેચરલ મૂડ બૂસ્ટર તરીકે કામ કરે છે અને ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો કરે છે.

હૃદયને સ્વસ્થ રાખે

કેસર હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. તે શરીરમાં સોજો (inflammation) ઘટાડે છે અને હૃદયના કોષોને નુકસાન થતા બચાવવામાં મદદ કરે છે.

ત્વચા ચમકાવે

આયુર્વેદમાં સદીઓથી ત્વચાની સંભાળ માટે કેસર વપરાય છે. પ્રસિદ્ધ 'કુમકુમાદી તેલ'માં કેસર મુખ્ય તત્વ હોય છે, જે ત્વચાને કુદરતી ચમક આપે છે અને કાળા ડાઘ ઘટાડવામાં મદદ કરે છે.

પાચન સુધારે

પેટનું ફૂલવું, ગેસ અથવા અપચાની સમસ્યામાં કેસર રાહત આપી શકે છે. તેના એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો પાચનતંત્રને શાંત કરે છે અને પેટની તકલીફો દૂર કરે છે.

કેસર કેટલું અને કેવી રીતે લેવું?

કેસર ખૂબ જ શક્તિશાળી હોય છે, તેથી અતિરેક ટાળવો જોઈએ. દિવસમાં માત્ર 1 થી 2 રેસા (દોરા) પૂરતા છે. તેને રાત્રે ગરમ દૂધમાં અથવા હૂંફાળા પાણીમાં ભેળવીને લઈ શકાય છે.

વાંચતા રહો

આ લેખ સામાન્ય જાણકારી માટે છે ,વધુ જાણકારી કે ગંભીર સમસ્યા માટે હંમેશા નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી.વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પીરિયડ્સ દરમિયાન ઉલટી થવાના કારણો