Radish Leaves Soup: શિયાળામાં મૂળાના પાનનો સૂપ પીવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે


By Vanraj Dabhi29, Dec 2024 03:00 PMgujaratijagran.com

મૂળાના પાનનો સૂપ

મૂળાના પાનનો સૂપ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ સૂપ પીવાથી ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો. ચાલો જાણીએ.

પોષક તત્વો

મૂળાના પાનમાં વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, ફાઈબર, એન્ટી-ઓક્સિડન્ટ્સ, પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે.

રોગપ્રતિકારક શક્તિ બુસ્ટ

શિયાળામાં માણસની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. પરંતુ મૂળાના પાનનો સૂપ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે.

શરીરને ઠંડીમાં ગરમ રાખે

શિયાળામાં મૂળાના પાનનું સૂપ પીવાથી શરીર આખો દિવસ ગરમ રહે છે, જેના કારણે તમારા શરીરમાં ઠંડી ઓછી લાગે છે.

પેટ સારું રહેશે

મૂળાના પાંદડાનો સૂપ પેટ માટે પણ સારો છે, કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

સૂપની સામગ્રી

મૂળાના પાન, મૂળો, ઘી, જીરું, ડુંગળી, લસણ, આદુ, કાળા મરી પાવડર, મીઠું, પાણી, કોથમરી.

સ્ટેપ-1

એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું, લસણ, આદુ, ડુંગળીને સાંતળી પછી તેમાં સમારેલા મૂળાના પાન ઉમેરીને પકાવી લો.

સ્ટેપ-2

હવે તેમાં પાણી ઉમેરીને 10 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવી પછી તેમાં મીઠું, કાળા મરી અને કોથમરી નાખી સૂપ પીવો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Disadvantages Of Bread: રોજ બ્રેડ ખાતા પહેલા જાણી લો તેના ખતરનાક ગેરફાયદા વિશે