ઈંડામાં વિટામિન ઈ અને બીની સાથે આર્યન, પ્રોટીન, હેલ્દી ફેટ અને કેલ્શિયમના ગુણ રહેલા હોય છે.
ઈંડાના પીળા ભાગમાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે. તમે તેનું અમુક મર્યાદા સુધી સેવન કરી શકો છો. તેમાં ગુડ કોલેસ્ટ્રોલ પણ હોય છે.જે શરીર માટે ફાયદાકારક છે.
તમારે એક દિવસમાં પીળા ભાગ સાથે 2 ઈંડા ખાઈ શકો છો. પરંતુ જો તમારું પહેલાથી જ કોલેસ્ટ્રોલ વધેલું છે તો તમારે એક જ ઈંડુ ખાવું જોઈએ.
કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે તેલ અથવા બટર સાથે ફ્રાઈ કરીને ન ખાવા જોઈએ. તેને પાણીમાં બાફીને ખાવા વધારે હિતાવહ છે.
ઈંડામાં લ્યુટિન એન્ટી ઓક્સિડેન્ટ હાજર હોય છે. તેનું સેવન કરવાથી રેટિનાને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.
મેમરી પાવર વધારવા માટે તમે ઈંડાનું સેવન કરી શકો છો. તે માટે તમારે રોજ એક ઈંડાનું સેવન કરવું જોઈએ.