દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આ વખતે ઘરે ટ્રાય કરજો સીતાફળ બાસુંદી. ગુજરાતી જાગરણ સીતાફળ બાસુંદીની રેસિપી અહીં જણાવી રહ્યું છે.
સીતાફળ, દૂધ, ખાંડ, એલચી પાવડર, બદામ, પિસ્તા. તમારા ટેસ્ટ મુજબની સમાગ્રી વધારી ઘટાડી શકો છો.
સૌ પ્રથમ એક પેનમાં દૂધ નાંખી તેને મધ્યમ તાપ પર 12 મિનિટ સુધી ગરમ કરીને ઉકાળી લો.
હવે 15 મિનિટ સુધી હલાવતા રહીને દૂધને પકાવી પછી તેમાં ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં એલચી પાઉડર ઉમેરીને મિક્સ કરીને પકાવો. હવે ગેસની ફ્લેમ બંધ કરી બાસુંદીને એક બાઉલમાં કાઢી લો.
હવે તેને એક કલાક માટે ઠંડુ થવા દો અને પછી તેને 2 કલાક માટે ફ્રિજમાં ઠંડુ થવા દો.
હવે તેમાં સીતાફળનો પલ્પ, બદામ અને પિસ્તા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
તૈયાર છે સીતાફળની બાસુંદી, તમે ઠંડુ કરીને સર્વ કરો. રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.