હિન્દુ ધર્મમાં દિવાળીનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે લક્ષ્મી માતા અને ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે. તો ચાલો જાણીએ..દિવાળીના દિવસે કરવા જેવા હળદરના અચૂક ઉપાય...
દિવાળીના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરતા સમયે થોડી હળદર ચડાવવી જોઈએ. જેનાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે.
આ દિવસે પૂજામાં પ્રયોગ કરવામાં આવેલ હળદરને તિજોરીમાં રાખવાથી આર્થિક લાભ પ્રાપ્ત થાય છે. જેનાથી પૈસાની તંગી દૂર થાય છે.
દિવાળીના દિવસે દીવામાં ચપટીક હળદર મિક્સ કરીને પ્રગટાવો. જેનાથી ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે છે.
આ દિવસે ઘરના દરેક ખુણામાં હળદરનો છંટકાવ કરવો જોઈએ. જેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી જળવાઈ રહે છે.
આ દિવસે વિશેષ રૂપે પાણીમાં હળદર મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. જેનાથી જીવનની દરેક સમસ્યા દૂર થાય છે.
દિવાળીના દિવસે હળદરને ઘરના મુખ્ય દ્વાર પર રાખવી જોઈએ. જેનાથી જીવનમાં અનેક ફાયદા મળે છે. આ સાથે ઘરમાં ખુશીઓનું આગમન થાય છે.