દિવાળી 2025 ક્યારે છે? 20 કે 21 ઓક્ટોબર, જાણો સાચી તારીખ


By Kajal Chauhan11, Oct 2025 05:46 PMgujaratijagran.com

દર વર્ષની જેમ 2025 માં પણ લોકોમાં દિવાળીની ચોક્કસ તારીખ અને શુભ મુહૂર્ત અંગે મૂંઝવણ જોવા મળી રહી છે. આવો જાણીએ વર્ષ 2025 માં દિવાળીની સાચી તારીખ અને પૂજાના શુભ મુહૂર્ત અંગે.

ધનતેરસ ક્યારે છે

પાંચ દિવસીય પ્રકાશનો તહેવાર ધનતેરસના તહેવારથી શરૂ થાય છે. વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે ધનતેરસનો તહેવાર શનિવાર 18 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે.

કાળી ચૌદસ ક્યારે છે

દિવાળીના આગલા દિવસને કાળી ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે કાલી ચૌદસ 19 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે.

દિવાળી ક્યારે છે

દિવાળી આ વર્ષે 20 ઓક્ટોબર, 2025 ના રોજ સવારે મનાવવામાં આવશે.

બેસતું વર્ષ ક્યારે છે

આ વખતે ગુજરાતમાં બેસતું વર્ષ બુધવાર 22 ઓક્ટોબરના રોજ યોજાશે. આ દિવસે નવું વર્ષ એટલે બેસતું વર્ષ પણ ઉજવવામાં આવે છે.

ભાઈ બીજ ક્યારે છે

આ વર્ષે ભાઈ-બહેનના સ્નેહનું પ્રતીક ભાઈ બીજ 23 ઓક્ટોબર ગુરુવારના રોજ ઉજવવામાં આવશે.

દિવાળીની ખરીદી માટે આ બજારો શ્રેષ્ઠ છે