મીઠામાં રહેલ સોડિયમ બ્લડ પ્રેશરને વધારી હેલ્થ પર વિપરીત અસર કરી શકે છે.
વધારે પડતા પ્રમાણમાં મીઠુ ખાવાથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોર જેવી હાર્ટ ડિસીસનું જોખમ વધી શકે છે.
દરરોજ વધારે પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી વજન વધવાનું કારણ હોઈ શકે છે.
મીઠાનું સેવન કરવાથી શરીરમાં પાણી જમા થઈ શકે છે, જેથી શરીરના અનેક ભાગો, જેમ કે હાથ અને પગ પર સોજા આવવા લાગે છે.
હાઈ સોડિયમ ખાવાથી સમય સાથે સ્વાદની ક્ષમતા ઘટવા લાગે છે અને બિનસંવેદનશીલતા સર્જાઈ શકે છે.
વધારે પડતુ મીઠુ ખાવાથી શરીરના હાંડકા પર આડઅસરો આવવા લાગે છે.