ભૂલથી પણ સવારે ખાલી પેટ આદુનું સેવન ન કરતા, જાણો તેના ગેરફાયદા


By Vanraj Dabhi27, Oct 2024 05:32 PMgujaratijagran.com

આદુના ગેરફાયદા

આદુનો ઉપયોગ ચા અને ભોજનનો સ્વાદ વધારે છે. તેનું સેવન કરવાથી શરીર સંબંધિત ઘણી સમસ્યાઓથી રાહત મળવાની સાથે ગણા નુકસાન પણ થઈ શકે છે.

નિષ્ણાતનો અભિપ્રાય

નિષ્ણાત ડૉક્ટર સમીર અહેમદ અંસારીના અનુસાર તેનું સેવન કરવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

લો બીપી

ખાલી પેટે વધુ પડતું આદુ ખાવાથી લો બ્લડ પ્રેશરના દર્દીઓને નુકસાન થઈ શકે છે.

એસિડિટીની સમસ્યા

ખાલી પેટ આદુનું સેવન કરવાથી તમને એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.

પીરિયડ્સમાં સમસ્યા

મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન ખાલી પેટે વધુ પડતું આદુ ખાવાથી પીરિયડ્સ દરમિયાન સામાન્ય કરતાં વધુ રક્તસ્ત્રાવ થઈ શકે છે.

હાર્ટબર્ન

સવારે ખાલી પેટ આદુનું સેવન કરવાથી હાર્ટબર્ન થઈ શકે છે. આ ઉપરાંત કેટલાક લોકોને આના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગે છે.

ઝાડા ની સમસ્યા

આદુ પાચનક્રિયા માટે ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ જો તમે તેને ખાલી પેટે વધુ પડતું ખાશો તો તેનાથી ઝાડા અને ઉલ્ટી થઈ શકે છે.

વજન ઘટાડે

સવારે ખાલી પેટ વધુ પડતું આદુ ખાવાથી તમારું વજન ઝડપથી ઘટી શકે છે, જેના કારણે શારીરિક સમસ્યાઓનો ભય રહે છે.

મોઢામાં બળતરા

સવારે ખાલી પેટ આદુનું સેવન કરવાથી મોઢામાં બળતરા થઈ શકે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Moong Dal: મગ ખાવાના ગેરફાયદા, જાણો કોને મગ ન ખાવા જોઈએ?