Stomach Cancer Symptoms: પેટમાં કેન્સરના આ લક્ષણોને અવગણવાની ભૂલ ભારે પડશે


By Sanket M Parekh10, Oct 2025 06:30 PMgujaratijagran.com

પેટમાં કેન્સરના લક્ષણો

આપણો હંમેશા પેટમાં દુખાવાને સામાન્ય સમજીને ઈગ્નોર કરીએ છીએ, પરંતુ કેટલાક લક્ષણો એવા હોય છે, જે પેટના કેન્સરના શરૂઆતના સંકેત હોઈ શકે છે. તો ચાલો એવા 7 લક્ષણો વિશે જાણીએ, જેને નજરઅંદાજ કરવા જીવલેણ સાબિત થઈ શકે છે.

પેટમાં સતત દુખાવો કે ભારે લાગવું

જો તમને લાંબા સમય સુધી પેટમાં દુખાવો, ભારેપન અથવા બળતરા અનુભવાય, તો આ માત્ર ગેસ નહીં પણ પેટના કેન્સરનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે.

ઉલટી કે ઉબકા

જો વારંવાર ઉલટી થવાની કે ઉબકા આવવાની સમસ્યા સતત બની રહે, તો તેને હળવાશથી ન લેવી જોઈએ. આ પેટમાં બની રહેલા કેન્સર કોષોનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.

થોડું ખાતા તરત પેટ ભરાઈ જવું

થોડુંક ખાધા પછી જો પેટ ભારે લાગવા લાગે અથવા ભૂખ ન લાગે, તો આ ટ્યુમરના વધવાનો સંકેત હોઈ શકે છે. આ લક્ષણને લોકો ઘણીવાર અવગણી કાઢે છે.

અચાનક વજન ઘટવું

પ્રયત્ન કર્યા વિના જો વજન ઝડપથી ઘટી રહ્યું હોય, તો તે શરીરમાં કોઈ ગંભીર બીમારી, ખાસ કરીને પેટના કેન્સરનો સંકેત હોઈ શકે છે.

ઉલટી કે મળમાં લોહી પડવું

જો ઉલટી અથવા મળમાં વારંવાર લોહી દેખાય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ પેટ અથવા આંતરડાની અંદર કેન્સરની વૃદ્ધિનો સંકેત હોઈ શકે છે.

થાક અને નબળાઈ

કેન્સર કોષો શરીરની ઊર્જા શોષી લે છે. આના કારણે વ્યક્તિને સતત થાક, નબળાઈ અને સુસ્તી અનુભવાય છે, ભલે તેણે પૂરતું ભોજન લીધું હોય.

સતત અપચો અથવા એસિડિટી

જો દવાઓ લીધા પછી પણ અપચો, બળતરા અથવા પેટમાં ગેસની સમસ્યા યથાવત રહે, તો તે માત્ર એસિડિટી નહીં પણ કોઈ ગંભીર સંકેત હોઈ શકે છે.

ખોરાક ચાવીને કેમ ખાવો જોઈએ?