Shivling and Jyotirling: શિવલિંગ અને જ્યોતિર્લિંગ વચ્ચે શું અંતર છે?


By Sanket M Parekh01, Aug 2025 03:51 PMgujaratijagran.com

જ્યોતિર્લિંગ અને શિવલિંગ

હિંદુ ધર્મ શાસ્ત્રો અનુસાર, ભગવાન શિવજીની પૂજા અનેક સ્વરૂપોમાં કરવામાં આવે છે. જ્યોતિર્લિંગ અને શિવલિંગ બંને ભગવાન શિવના સ્વરૂપ અને પ્રતિક છે.

જ્યોતિર્લિંગ અને શિવલિંગ વચ્ચે ફરક

આજે અમે આપને જણાવીશું કે, આખરે શિવલિંગ અને જ્યોતિર્લિંગ વચ્ચે શું ફરક હોય છે. તો ચાલો તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ, જેથી તમને યોગ્ય અને સાચી જાણકારી મળી રહે.

જ્યોતિર્લિંગની વ્યાખ્યા

જ્યોતિર્લિંગ વિશે એવું કહેવાય છે કે, ત્યાં સ્વયં ભગવાન શિવ જ્યોતિના રૂપમાં પ્રગટ થયા હતા. જેના વિશે પુરાણો, શિવ પુરાણ અને લિંગ પુરાણમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.

શિવલિંગની વ્યાખ્યા

શિવલિંગ ભગવાન શિવનું પ્રતિકાત્મક સ્વરૂપ છે. જે શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. શિવલિંગ અનેક પ્રકારના હોય છે.

શિવલિંગ સાથે સંકળાયેલી જરૂરી વાતો

જો તમારા ઘરમાં શિવલિંગ હોય, તો તેને એક થાળીમાં રાખીને જળ ચઢાવો. જે બાદ આ જળને ઘરમાં રહેલા છોડને પીવડાવી દો. જેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે.

ઘરમાં નાનું શિવલિંગ રાખો

ઘરમાં તમારે નાનું શિવલિંગ રાખવું જોઈએ. ઘરમાં વધારે મોટું શિવલિંગ શુભ નથી માનવામાં આવતું.મોટું શિવલિંગ માત્ર મંદિરોમાં જ ફળદાયી મનાય છે.

જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલી જરૂરી વાતો

ગુજરાતના સૌરાષ્ટ્ર જિલ્લામાં સમુદ્ર કિનારે આવેલું ભગવાન સોમનાથ જ્યોતિર્લિંગ તમામ 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન પર ગણાય છે.

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે, જ્યાં દક્ષિણમુખી જ્યોતિર્લિંગની ઉપાસના કરવામાં આવે છે. તેનાથી જીવનમાં ડરનો નાશ થાય છે.

લડ્ડુ ગોપાલ પાસે ક્યારેય આ વસ્તુઓ ન રાખો, નહીં તો બરબાદ થઈ જશો