જો તમે ડાયાબિટીસના દર્દી હોવ, તો ખજૂર જ નહીં તેના ઠળિયા પણ તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે. ખજૂરના ઠળિયા પણ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં કારગર નીવડશે.
ડાયાબિટીસ એ લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલી ગંભીર સમસ્યા છે. સુગરનું લેવલ વધવાથી શરીરના અનેક અંગને અસર થાય છે. આથી જ તેને કંટ્રોલ કરવાની સલાહ આપવામાં આવે છે.
ડાયાબિટીસના દર્દીઓએ ખજૂરના ઠળિયાનું ચુરણ બનાવીને સેવન કરવું ફાયદેમંદ નીવડી શકે છે. આ ચુરણ ડાયાબિટીસને વધતું અટકાવે છે.
ખજૂરના ઠળિયાનું ચુરણ બનાવવા માટે સૌ પ્રથમ ઠળિયાને ગેસ પર શેકી લેવા જોઈએ. જે બાદ તેને પીસી નાંખીને તેનું ચુરણ બનાવવું જોઈએ. જે બાદ તેને સ્ટોર કરીને રાખવું જોઈએ.
દરરોજ 1 ચમચી ખજૂરનું ચુરણ ફાક્યા બાદ હુંફાળું પાણી પી લેવું જોઈએ. આમ કરવાથી પણ ડાયાબિટીસના દર્દીઓની સુગર કંટ્રોલમાં રહી શકે છે.
ખજૂરના ઠળિયાનું આ રીતે સેવન કરવાથી તમારા શરીરમાં બ્લડ સુગરનું લેવલ મહદઅંશે કંટ્રોલમાં રહે છે. આ ચુરણ સાથે તમે હેલ્ધી ફૂડ આરોગી શકો છો.