તેમા વિટામીન C,E,આયરન, કેલ્શિયમ અને મેગ્નીશિયમ જેવા પોષક તત્વો મોટા પ્રમાણમાં હોય છે.
જોકે કેટલાક લોકોએ તેનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે.
જે લોકોને કિડની સંબંધિત સમસ્યા છે તેમણે નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ નહીં.તેમાં પોટેશિયનું વધારે પ્રમાણ હોય છે. જેને કિડનીને ફિલ્ટર કરવામાં મુશ્કેલી પડે છે.
ડાયાબિટીસના દર્દીઓએ પણ નારિયેળ પાણીનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ. તેમાં કાર્બોહાઈડ્રેડ જોવા મળે છે, જે બ્લડ સુગર લેવલને ઝડપથી વધારી શકે છે.
જે લોકો હાઈ BPની સમસ્યાનો સામનો કરે છે તેમણે પણ નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ નહીં.
જે લોકોએ વારંવાર અથવા જલ્દીથી ટોયલેટ આવવાની સમસ્યા રહેલી છે તેમણે પણ નારિયેળ પાણીનું સેવન ઓછું કરવું જોઈએ