હોઠ કાળા થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ચાલો જાણીએ હોઠની કાળાશ દૂર કરવાના ઘરેલું ઉપાયો.
લીંબુમાં કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે, જ્યારે મધ હોઠને મોઇશ્ચરાઇઝ કરે છે.
ગુલાબના પાનને દૂધમાં પલાળીને પીસી લો, આ પેસ્ટને હોઠ પર લગાવવાથી હોઠ કુદરતી ગુલાબી બનવાની સાથે સોફ્ટ બનાવે છે.
એલોવેરામાં રહેલા વિટામિન અને એન્ટીઑકિસડન્ટ હોઠને પોષણ આપવા ઉપરાંત હોઠની કાળાશ પણ દૂર કરે છે.
મૃત ત્વચા દૂર કરવા માટે સ્ક્રબિંગ જરૂરી છે. નારિયેળ તેલમાં થોડી ખાંડ મિક્સ કરીને તેને તમારા હોઠ પર હળવા હાથે લગાવો.
બીટમાં કુદરતી રંગ હોય છે, જે હોઠને ગુલાબી બનાવે છે. રૂની મદદથી હોઠ પર તાજો બીટનો રસ લગાવો અને થોડા સમય પછી ધોઈ લો અથવા આખી રાત રહેવા દો.