ફણગાવેલું કઠોળ ખાવું શરીર માટે ફાયદેમંદ મનાય છે. કઠોળને ફણગાવવાથી તેમાં રહેલ પોષક તત્વોનું પ્રમાણ વધી જાય છે. તો ચાલો જાણીએ ફણગાવેલ ચણા ખાવાથી શરીરને શું ફાયદા થઈ શકે છે
સ્વસ્થ રહેવા માટે હેલ્ધી નાસ્તો કરવો જોઈએ. નાસ્તામાં ફણગાવેલા ચણા ખાવા ખૂબ જ ફાયદેમંદ માનવામાં આવે છે. જેનું સેવન કરવાથી અનેક સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.
જો તમારા શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ ઓછું થઈ રહ્યું હોય, તો તમારે નાસ્તામાં ફણગાવેલા ચણા ખાવા જોઈએ. ફણગાવેલા ચણામાં ભરપુર આર્યન મળી આવે છે.
નાસ્તામાં ફણગાવેલું કઠોળ ખાવાથી પાચન શક્તિ મજબૂત બને છે. ખાસ કરીને ચણામાં મળી આવતા ફાઈબરથી પાચન સુધરે છે અને પેટ સબંધિત સમસ્યામાંથી મુક્તિ મળે છે.
જો નિયમિત નાસ્તામાં ફણગાવેલા ચણા ખાતા હોવ તો હાડકા મજબૂત બની શકે છે, કારણ કે તેમા કેલ્શિયમ મળી આવે છે.
નાસ્તામાં ફણગાવેલા ચણા ખાવા ડાયાબિટીશ માટે પણ ફાયદેમંદ મનાય છે. ફણગાવેલા ચણા ખાવાથી ડાયાબિટીશનું લેવલ વધતું નથી.
દરરોજ નાસ્તામાં 2 મુઠ્ઠી ફણગાવેલા ચણા ખાવા જોઈએ. કોઈપણ વસ્તુનું વધારે પ્રમાણમાં સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આથી ચણાને પણ લિમિટમાં જ ખાવા જોઈએ.